Wednesday, May 1, 2024
HomeNATIONALNATIONAL: 19 એપ્રિલથી મતદાનનો ઉત્સવ શરૂ, પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યો અને બેઠકો...

NATIONAL: 19 એપ્રિલથી મતદાનનો ઉત્સવ શરૂ, પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યો અને બેઠકો પર થશે મતદાન?

- Advertisement -

લોકસભાની ચૂંટણીને લઇને 19 એપ્રિલથી મતદાન ઉત્સવ શરૂ થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજકીય દિગ્ગજો જેની માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા તે દિવસ હવે નજીક આવી ગયો છે. દેશના 21 રાજ્યોમાં 19 એપ્રિલે મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે આવો જાણીએ કઇ બેઠક પર મતદાન થશે અને કેટલા ઉમેદવારો મેદાનમાં છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાને લઇને પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 21 રાજ્યોની કુલ 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મતદારો ચૂંટણી લડી રહેલા 1625 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મહત્વનું છે કે 2019માં પ્રથમ તબક્કામાં કુલ 91 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાંથી 31 બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. આ સાથે જ કોંગ્રેસના માત્ર નવ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. આ સિવાય 51 બેઠકો અન્ય પક્ષોએ કબજે કરી હતી.

કયા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન ?

રાજ્ય લોકસભા બેઠક

અરુણાચલ પ્રદેશ 2

આસામ 5

બિહાર 4

છત્તીસગઢ 1

મધ્ય પ્રદેશ 6

મહારાષ્ટ્ર 5

મણિપુર 2

મેઘાલય 2

મિઝોરમ 1

નાગાલેન્ડ 1

રાજસ્થાન 12

સિક્કિમ 1

તમિલનાડુ 39

ત્રિપુરા 1

ઉત્તર પ્રદેશ 8

ઉત્તરાખંડ 5

પશ્ચિમ બંગાળ 3

આંદામાન- નિકોબાર 1

જમ્મુ અને કાશ્મીર 1

લક્ષદ્વીપ 1

પુડુચેરી 1

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular