Friday, May 3, 2024
HomeCRICKETSPORTS: આઈસીસી ટી 20 વર્લ્ડકપની સેમિ-ફાઇનલ મેચની ટિકિટનું વેચાણ શરુ...

SPORTS: આઈસીસી ટી 20 વર્લ્ડકપની સેમિ-ફાઇનલ મેચની ટિકિટનું વેચાણ શરુ…

- Advertisement -

આઈસીસી ટી 20 વર્લ્ડકપને લઈ ચાહકો આતુર છે, ચાહકો માટે હાલમાં 37 મેચની ટિકિટ પહેલાથી ઉપલબ્ધ હતી પરંતુ ગુરુવારના રોજ આઈસીસીએ 13 વધુ મેચ જેમાં સેમિફાઈનલ પણ સામેલ છે.ચાહકો 19 માર્ચથી આઈસીસીની ઓફિશયલ સાઈટ tickets.t20worldcup.comથી ટિકિટ ખરીદી શકો છો. ટી 20 વર્લ્ડકપમાં આ વખતે 55 મેચ રમાશે.

આઈસીસી ટી 20 વર્લ્ડકપનું આયોજન આ વર્ષ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે આઈસીસીએ વર્લ્ડકપની ટિકિટને લઈ મોટી જાહેરાત કરી છે. આઈસીસીએ એક ફેબ્રુઆરીના રોજ વર્લ્ડકપની શરુઆતની 37 મેચની ટિકિટની જાહેરાત કરી હતી. ત્યારબાદ ટિકિટ સોલ્ડઆઉટ થઈ ગઈ હતી. હવે આઈસીસીએ ચાહકો માટે વધારાની ટિકિટ ઉપલબ્ધ કરાવી છે. આ સિવાય 13 વધુ મેચોની નવી ટિકિટો જાહેર કરવામાં આવશે.

ટી 20 વર્લ્ડકપ 2024ની 55 મેચથી 51 મેચ માટે વધારાની ટિકિટ મંગળવાર 19 માર્ચ સવારે 10 કલાકે એએસટીથી બુક કરી શકાશે. ભારતીય અનુસાર ટિકિટનું બુકિંગ રાત્રે 7 કલાકથી થઈ શકશે.આઈસીસીએ આ વખતે હોસ્પિટૈલિટી પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે. જે અંતર્ગત ચાહકોને વર્લ્ડ કપ જોવાનો પ્રીમિયમ આનંદ મળશે.ચાહકો 37 મેચની ટિકિટ ખરીદવા માટે પહેલા ઓફિશિયલ પ્લેટફોર્મ tickets.t20worldcup.com પર એક અકાઉન્ટ બનાવી શકે છે. વેસ્ટઈન્ડિઝમાં અમુક મેચો માટે કિંમત અંદાજે 6 અમેરિકી ડોલરથી શરુ થશે. અમેરિકામાં રમાનારી મેચની ટિકિટ 35 અમેરિકી ડોલરથી શરુ થશે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular