Friday, May 17, 2024
HomeNATIONALNATIONAL: પોલીસવાનમાં જ બે કેદીઓએ મહિલા પર કર્યો બળાત્કાર, સુરક્ષા જવાનોને ખ્યાલ...

NATIONAL: પોલીસવાનમાં જ બે કેદીઓએ મહિલા પર કર્યો બળાત્કાર, સુરક્ષા જવાનોને ખ્યાલ પણ ન આવ્યો

- Advertisement -

હરિયાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસવાનની અંદર જ બે કેદીઓએ ભેગા મળીને મહિલા કેદી પર બળાત્કાર કર્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના એવા સમયે બની જ્યારે પોલીસકર્મીઓ દસ્તાવેજ સંબંધિત કામમાં વ્યસ્ત હતા. હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ કલમ 376 હેઠળ ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે રોહતક પોલીસ વધુ તપાસ કરશે.

એક રિપોર્ટ અનુસાર, પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તે રોહતક પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે પીજીઆઈએમએસમાં સારવાર લઈ રહી હતી, જેના કારણે પોલીસકર્મીઓ તેને ત્યાં લઈ ગયા. ત્યારે વધુ બે કેદીઓ પણ વાનમાં હાજર હતા. રિપોર્ટ અનુસાર પીડિતાનું કહેવું છે કે સારવાર બાદ પોલીસ દસ્તાવેજોમાં વ્યસ્ત હતી. આ દરમિયાન અન્ય બે કેદીઓએ બળાત્કાર કર્યો હતો.

જીંદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પીડિતાએ કહ્યું, ‘ હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસ દસ્તાવેજી કામ કરતી હતી ત્યારે વાનમાં અન્ય આરોપી કેદીઓએ મને પીવા માટે કંઈક નશીલા પદાર્થની ભેળસેળ કરેલું કોલ્ડ્રીંક પીવા માટે આપ્યું. એ પછી તે બેહોશ થતાં બંને કેદીઓએ વાનની અંદર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગેની ફરિયાદ રોહતક પોલીસને પણ મોકલી દેવામાં આવી છે.

હાલ પોલીસ પીડિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની દરેક એંગલથી તપાસ કરી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, એફઆઈઆરમાં ગુનાની તારીખનો ઉલ્લેખ નથી. અહેવાલ મુજબ, સૂત્રોએ પુષ્ટિ કરી છે કે મહિલા કેદી, જે 10 વર્ષની સજા ભોગવી રહી છે, તેની રોહતક પીજીઆઈએમએસમાં સારવાર ચાલી રહી છે. અગાઉ તેણીએ કથિત રીતે સ્ટ્રેસને પગલે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular