VADODARA : જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા

0
19
meetarticle

વડોદરામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી મૂળે વ્યારાની ગૌરી શાર્દૂલ નામની પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ સીબીએસઈની ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં ૯૩ ટકા માર્કસ મેળવીને ઝળહળતો દેખાવ કર્યો છે.

ગૌરી જન્મથી બિલકુલ જોઈ શકતી નથી.તેના માતા-પિતાએ પાંચમા ધોરણથી ડાંગની બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂકી હતી અને એ પછી ધો.૯માં તે વધુ અભ્યાસ માટે વડોદરા આવી હતી.છેલ્લા બે વર્ષથી તે વડોદરાના સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલની હોસ્ટેલમાં રહે છે પણ નોર્મલ વિદ્યાર્થીઓ માટેની સ્કૂલમાં તેણે અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે.

ગૌરી હોસ્ટેલથી સ્કૂલમાં પણ પોતાની જાતે જ અને કોઈના સહારા વગર અવર જવર કરે છે. તેણે મોબાઈલના સહારે ધો.૧૦ની ૈતૈયારી કરી હતી અને કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપી હતી.ગૌરી કહે છે કે, મને બીજા વિદ્યાર્થીઓની જેમ અગાઉના પેપર સોલ્વ કરવા નહોતા મળતા ત્યારે હું થોડી નિરાશ થતી હતી પણ માતા-પિતા અને વડોદરાની નિઝામપુરા સ્થિત બ્લાઈન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ ભરતભાઈ વાહયા મને પ્રેરણા અને હૂંફ આપતા હતા.સ્કૂલમાં પણ શિક્ષકોનો સહકાર મળતો હતો.હું જાત સાથે વાત કરતી હતી કે, ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કપરી સ્થિતિમાં પણ તારે સારુ પરિણામ મેળવવાનું છે….૯૩ ટકા મેળવ્યા બાદ હવે ગૌરી વડોદરામાં જ રહીને ધો.૧૧-૧૨ સાયન્સનો અભ્યાસ કરીને આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માગે છે.

પરીક્ષામાં રાઈટર નહીં પણ રીડરની મદદ લીધી

ગૌરીએ પરીક્ષા માટે રાઈટર નહીં પણ રીડરની સેવા લીધી હતી.રીડર તરીકે પરીક્ષામાં જોડે બેસતો વિદ્યાર્થી તેને પ્રશ્નો વાંચી સંભળાવતો હતો અને તે કોમ્પ્યુટર પર તેના જવાબો લખતી હતી.કોમ્પ્યુટરમાં સોફટવેરની મદદથી તે સ્પેલિંગમાં ભૂલ હોય તો ચેક કરતી હતી.પરીક્ષા બાદ તેના જવાબોના પ્રિન્ટ આઉટ લેવામાં આવતા હતા.જેને ઉત્તરવહી સાથે જોડવામાં આવતા હતા. પરીક્ષામાં તેને અન્ય વિદ્યાર્થીઓ કરતા ૪૫ મિનિટનો સમય વધારે અપાતો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here