Wednesday, May 1, 2024
Homeગુજરાતવડોદરામાં છેલ્લા 24 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો

- Advertisement -

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાવત્રિક વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે શહેર હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હતું. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન સામે આવેલી કોર્પોરેશનની આંગણવાડીમાં પડી રહેલા વરસાદ વચ્ચે બાળકોને અભ્યાસ કરવાનો વખત આવ્યો હતો. વડોદરા શહેરમાં વરસાદને પગલે વેમારી કેનાલ પાસે અને વારસીયા લાલ અખાડા પાસે બે વૃક્ષ જમીન દોસ્ત થઇ ગયા હતા. જોકે, કોઇ જાનહાનિ થઇ નથી. વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહલમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

માર્ગો ઉપર પાણી ભરાતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો

પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સમયાંતરે વરસી રહેલા વરસાદને પગલે અસહ્ય ઉકળાટ વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે મોડી રાતથી વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસતા લોકોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. જોકે, આજે સવારથી શહેરમાં વરસાદ શરૂ થયો હતો. પરિણામે વહેલી સવારે સ્કૂલમાં જતાં વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધાર્થે જતાં લોકોને છત્રી, રેઇન કોટ સાથે નીકળવાની ફરજ પડી હતી. માત્ર પોણા બે ઇંચ વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઇ જતા હોવાથી શહેરીજનોમાં કોર્પોરેશન સામે રોષ જોવા મળ્યો હતો. વરસાદી વાદળો ગોરંભાયેલા હોવાથી દિવસ દરમિયાન મેઘરાજા મનમૂકીને વરસે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

વડોદરા શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી 3 મી.મી. અને વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 38 મિ.મી. વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વોટર લોગિંગની સમસ્યાને પગલે માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે ચટાકાના શોખિનોએ ચા-ભજીયા અને સેવ-ઉસળની લારીઓ ઉપર જઇ મોજ માણી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular