જીવનસાથીની પસંદગી કરતી વખતે કઈ બાબતોનું રાખશો ધ્યાન

0
4

ક્યારેક-ક્યારેક લોકો પોતાની પસંદ અને નાપસંદમાં ફસાયેલા રહે છે. એ સમજી નથી શકતા કે એમને શું જોઈએ છે. એમાં જો લાઈફ પાર્ટનર પસંદ કરવાની બાબત હોય તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકો આ બાબતથી અજાણ હોય છે કે તેમને કેવું લાઈફ પાર્ટનર જોઈએ છીએ.

તેનો જવાબ મળવો તેમના માટે એક પહેlલી થી કમ નથી હોતો. એનો ઉત્તર મેળવવા માટે સૌપ્રથમ કેટલાક સવાલ પોતાની જાતને પૂછવા જરૂરી છે. જેથી પોતાના જીવનસાથી પસંદ કરવાનો યોગ્ય નિર્ણય લઈ શકાય. તો ચાલો જાણીએ પાંચ બાબતો કે જેના વિશે જીવનસાથીની પસંદગી કરતા પહેલા વિચારવું જોઈએ.

સૌપ્રથમ પોતાને સવાલ કરો કે તમારે શું જોઈએ છે ? ત્યારબાદ પાર્ટનર સાથે વાત કરો કે તેને શું જોઈએ છે ? આ રીતે પોતાના વિચાર એકબીજા સાથે શેર કરો. આ રીતે તમે પોતાની આગામી જિંદગી માટે યોગ્ય રીતે નિર્ણય લઈ શકો છો.

એવું ઘણી વખત થતું હોય છે કે જ્યારે તમારા મનની અંદરથી અવાજ આવે છે કે સામેની વ્યક્તિ યોગ્ય નથી. તેમ છતાં તમને કોઈ ખૂબી નજરે પડે કે પછી મજબૂરીમાં તમે પોતાના દિલની વાત સાંભળતા નથી.

એવું પણ થઈ શકે છે કે કોઈ તમને પસંદ હોય. ઘણી વખત વધારે વિચારવાના કારણે તમે તેની સાથે સંબંધ બનાવવા માટે આગળ વધતા નથી. વાસ્તવિક જીવનમાં આપણું મન બધું સારી રીતે જાણતું હોય છે કે આપણે શું જોઈએ છે. આ માટે હંમેશા શાંત મનથી વિચારવું જોઈએ કે આપણે શું જોઈએ છે.

તેમજ તમે તેની સાથે ખુશીથી દિલ ખોલીને વાતચીત કરી શકો છો કે નહીં. જો નહી તો તેનો અર્થ છે કે તમે તે વ્યક્તિની સાથે રિલેશનશિપ આગળ વધારવા માગતા નથી.

જ્યારે કોઈ સાથે રિલેશનશિપમાં જોડાવ છો ત્યારે ભાવનાત્મક રીતે તેની સાથે જોડાઈ જવાનું સામાન્ય બાબત છે. ઇમોશનલી એટેચ હોવું કોઈ ખરાબ બાબત નથી, પરંતુ તમે તમારા સંબંધને લઇને કોઇ નિર્ણય કરી શકતા ન હોય તો પોતાના પરિવારના સભ્યો કે ખાસ મિત્રોની સલાહ લો. આમ છતાં પણ અંતિમ નિર્ણય પોતાની સૂઝબૂઝ સાથે જ લેવો જોઈએ.

આપણે કોઈ વ્યક્તિ સાથે મળીને તેની સાથે વાતચીત કરીને તેના વિશે જાણકારી મેળવી શકીએ છીએ. એવામાં મળતા પહેલા તેના વિશે કોઈ નિર્ણય લેવો તે અયોગ્ય છે. સામેવાળી વ્યક્તિને તમે સારી રીતે ત્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તેની સાથે સમય પસાર કરશો. તેની વાતોને સારી રીતે સાંભળશો અને સમજશો. સાથે જ પોતાના વિચાર પણ તેને યોગ્ય રીતે સમજાવી શકશો.

એવું જરૂરી નથી કે તમારા બંનેની પસંદ-નાપસંદ કે વિચારો એક જેવા જ હોય. આ માટે કોઈ વાત કે આ બાબતને લઇને તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે. આમાં તમે મતભેદોને સમજવા અને સંભાળવા સક્ષમ હોવા જોઈએ. આ માટે જરૂરી છે કે તમે મતભેદોને યોગ્ય રીતે ઉકેલ લાવી શકો અને તેને આગળ વધારવાની બદલે યથા યોગ્ય રીતે ઉકેલી શકો.