Wednesday, May 1, 2024
HomeNATIONALNATIONAL: કોણ છે આ સુંદર મહિલા ચૂંટણી અધિકારી, મતદાન પહેલા તેમનો ફોટો...

NATIONAL: કોણ છે આ સુંદર મહિલા ચૂંટણી અધિકારી, મતદાન પહેલા તેમનો ફોટો વાયરલ થયો ને આવ્યું કમેન્ટ્સનું પૂર

- Advertisement -

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શુક્રવાર (19મી એપ્રિલ)એ મતદાન થવાનું છે. જેમાં મધ્ય પ્રદેશની સીધી, શહડોલ, મંડલા, જબલપુર, બાલાઘાટ અને છિંદવાડા લોકસભા બેઠક પર પણ મતદાન થશે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વચ્ચે છિંદવાડા બેઠકથી એક મહિલાની તસવીર ખૂબ ચર્ચામાં છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સુંદર મહિલા બીજુ કોઈ નહીં પણ ચૂંટણી અધિકારીની છે. આ મહિલા ચૂંટણી અધિકારીની તસવીર પર યુઝર્સની કમેન્ટ્સનું ઘોડાપૂર આવ્યું છે.

મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગ અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી સામગ્રી લઈને જતી મહિલા અધિકારીની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરી છે, તેમાં લખ્યું છે કે, ‘કર્તવ્ય પથ પર આગળ વધીએ, ચાલો મતદાન કરવા જઈએ… છિંદવાડા લોકસભા મતવિસ્તાર નં.-16 ચૂંટણી પંચના અધિકારીઓ લોકશાહીના મહાન પર્વમાં ભાગ લઈ રહ્યા છે. તમે પણ તમારી ફરજ નિભાવો અને મતદાન કરો.’

અહેવાલો અનુસાર, આ વાયરલ તસવીરમાં જે મહિલા છે, તેમનું નામ સુશીલા કનેશ છે. તેઓ રાજ્ય સરકારની સહાયક ગ્રેડ-3 અધિકારી છે અને છિંદવાડા જિલ્લામાં પુરવઠા શાખામાં છે. આ મહિલા અધિકારીની તસવીર પર સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ કમેન્ટ્સ કરીને લખે છે કે, ‘હવે અમે પણ મત આપશું.’

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પીળી સાડી પહેરેલી મહિલા ચૂંટણી એધિકારી રીના દ્વિવેદીની તસવીર વાયરલ થઈ હતી. ઉત્તર પ્રદેશના લખનઉમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ની ક્લાર્ક રીના દ્વિવેદીની તસવીર ખૂબ ચર્ચામાં હતા મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં 19મી એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે બાલાઘાટ લોકસભા બેઠકના બૈહાર, લાંજી અને પરસવાડા વિધાનસભા મતવિસ્તારના તમામ મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular