WORLD : યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈરાનની હાઇ લેવલ મીટિંગ, ન્યુયોર્કમાં મળ્યા કુશનર-વિટફોક અને અરાઘચી

0
7
meetarticle

ન્યુયોર્ક ખાતે યોજાયેલા યુએનજીએ (UNGA) સત્ર દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે 3 કલાક સુધી ચાલી હતી, જેમાં અમેરિકી અધિકારીઓ સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર સાથે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન ઈરાને હોર્મુજ ખાડીને સંપૂર્ણપણે ખોલવા અને યુદ્ધ સમાપ્ત કરવા માટે કેટલીક શરતો રજૂ કરી હતી.

ઇરાનને સંપૂર્ણ નષ્ટ કરવાની ધમકી બાદ બેઠક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાનને કોઈ સમજૂતી ન થવા પર સંપૂર્ણ તબાહીની ધમકી આપી હતી, પરંતુ આ નિવેદનના થોડા જ કલાકો બાદ બંને દેશો વચ્ચે આ હાઈ-લેવલ બેઠક યોજાઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ટ્રમ્પે ખુદ મંગળવારે માહિતી આપી હતી કે આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી અને લગભગ 3 કલાક સુધી ચાલી હતી. ઈરાની સરકારી મીડિયાના દાવા મુજબ, આ બેઠક અમેરિકી પ્રતિનિધિ સ્ટીવ વિટકૉફની વિનંતી પર યોજાઈ હતી. બેઠકમાં ઈરાન તરફથી નૌસૈનિક નાકાબંધી તરત જ હટાવવા, ફ્રિઝ કરેલા ઈરાની ફંડને તુરંત જારી કરવા અને તમામ મોરચે યુદ્ધ ખતમ કરવા જેવી કડક શરતો રાખવામાં આવી હતી.

ઇરાની પ્રતિનિધિમંડળે વૉકઆઉટ કર્યું

અગાઉ યુએન મહાસભાને સંબોધિત કરતા ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે તેમની પાસે બે જ રસ્તા છે – કાં તો સમજૂતી કરો અથવા તબાહીનો સામનો કરો. ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઈરાન અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ સુધી હોર્મુજ ખાડી ખોલવાની સમજૂતીને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. નોંધનીય છે કે ટ્રમ્પના આ ભાષણ દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળના મોટાભાગના સભ્યો વિરોધ સ્વરૂપે હોલની બહાર જતા રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here