Sunday, May 5, 2024
Homeઆજથી રાજ્યભરમાં 24 કલાક ખુલ્લા રહેશે શોપિંગ મોલ્સ, હોટલ્સ અને થિયેટર્સ
Array

આજથી રાજ્યભરમાં 24 કલાક ખુલ્લા રહેશે શોપિંગ મોલ્સ, હોટલ્સ અને થિયેટર્સ

- Advertisement -

બુધવારે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 અંગે ઔપચારિક જાહેરાત કરી હતી, આ એક્ટ હેઠળ હવેથી રાજ્યભરમાં 24×7 ખુલ્લી રહેશે. બુધવારથી લાગુ કરાયેલા કાયદાથી હોટેલ, મોલ્સ, પાથરણા બજાર, રેસ્ટોરાં, દુકાનો, પેટ્રોલ પંપ તેમજ ખાણીપીણીની બજારોને લાભ થવાની શક્યતા છે.

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેને લઈને આદર્શ આચાર સંહિતા લાગૂ થતા, રાજ્ય સરકારે આ કાયદો લાગુ કરવા માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી માગી હતી. રાજ્યમાં ચૂંટણી માટેનુ મતદાન પુરુ થતાં ચૂંટણીપંચે મંગળવારે મંજૂરી આપ્યા બાદ બુધવારથી આ નવો કાયદો અમલમાં આવ્યો છે. સરકારનો દાવો છે કે, આ નવા કાયદાની રોજગારીની તકોમાં વધારો થશે. આ નવી કલમ પ્રમાણે દસ કરતાં ઓછાં કર્મચારીઓ ધરાવતા દુકાનદારોએ આ માટે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.

રાજ્ય સરકારના અનુમાન પ્રમાણે રાજ્યભરમાં 7 લાખ જેટલી દુકાનો છે જે 10 કરતા ઓછા કર્મચારીઓને રોજગાર આપે છે. તેઓ આશરે 10-12 લાખ લોકોની સીધી રોજગારી ઉભી કરે છે. કેટલાક દુકાનદારોએ કાયદામાં સુધારા કર્યા પછી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ઓવરટાઈમ કરતાં કર્મચારીઓ માટે પણ બિલમાં કલમ ઉમેરવામાં આવી છે. જે કર્મચારીઓ ઓવરટાઇમ કરશે તેમને બમણો પગાર ચૂકવવો પડશે. પહેલાના કાયદામાં ઓવરટાઈમ કરવા પર દોઢ ગણો પગાર ચૂકવવાની જોગવાઇ હતી.

વેપારીઓ અને રેસ્ટોરાંના માલિકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)ના પ્રમુખે કહ્યુ કે,” સરકારના આ પગલાથી છૂટક વેપારીઓને ફાયદો થશે, ખાસ કરીને તહેવારમાં જ્યારે લોકો મોડે સુધી ખરીદી કરતા હોય છે. આનાથી ધંધાને નફો થશે.”

આ પાછળ સુરક્ષા માટેની જવાબદારી શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં SPની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular