Friday, April 26, 2024
Homeમોદી અને શાહે આચાર સંહિતા તોડી? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે
Array

મોદી અને શાહે આચાર સંહિતા તોડી? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

- Advertisement -

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના ભાષણ અને નિવેદનમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે કે, તેમના દ્વારા ચૂંટણી પંચને વારંવાર અરજી આપવામાં આવી છે તેમ છતાં તેઓ મોદી અને શાહ સામે કોઈ કાર્યવાહી કરી નથી.

ચીફ જસ્ટિસ નહીં કરે મોદી-શાહ કેસની સુનાવણી, સ્પેશિયલ બેન્ચ બનાવવામાં આવી: વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમીત શાહના ભાષણો વિશે દાખલ કરવામાં આવેલી અરજી વિશે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સુનાવણી નહીં કરે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવની આ અરજી પર જસ્ટિસ દીપક ગુપ્તા, જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરશે.

કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું ચૂંટણી પંચ- કોંગ્રેસ: સિલ્ચરના સાંસદ અને ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી આપીને કહ્યું છે કે, ચૂંટણી પંચનું મૌન અપ્રત્યક્ષ રીતે આચાર સંહિતાનો ભંગ કરતા લોકોને અપ્રત્યક્ષ રીતે સમર્થન કરી રહ્યું છે. સુષ્મિતા દેવે તેમની અરજીમાં કહ્યું છે કે, ચૂંટણી પંચ ધૃણા ફેલાવે તેવા નિવેદનો, રાજકીય ઉદ્દેશો માટે સેનાના શૌર્યનો ઉપયોગ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. સુષ્મિતા દેવની અરજી વિશે સીનિયર વકીલ અને કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ તાત્કાલીક સુનાવણી માટે અપીલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ આજે આ અરજીની સુનાવણી કરશે.

સેનાના શૌર્યનો ચૂંટણીમાં ઉપયોગ ન થવો જોઈએ: નોંધનીય છે કે, ચૂંટણી પંચે નેતાઓને પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી કે તેઓ સૈન્ય બળના પરાક્રમ તેમના યૂનિફોર્મનો ઉપયોગ વોટ માંગવા માટે નહીં કરે. કોંગ્રેસે ચૂંટણી પંચને કરેલી અરજીમાં 10 માર્ચથી પીએમ મોદી અને અમિત શાહના વિવાદિત ભાષણની યાદી સોંપી છે. 10 માર્ચે જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી જ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી.

એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી ચૂક્યા છે પીએમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ચૂંટણી ભાષણમાં ઘણી લખત બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. પીએમએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા. ઈજા તેમને થઈ અને પીડા અહીં થઈ છે. 21 એપ્રિલે ગુજરાતના પાટણમાં પીએમએ કહ્યું હતું કે, આ તો સારું થયું પાકિસ્તાને આપણાં પાયલટને પરત મોકલવાની જાહેરાત કરી દીધી નહીં તો તે રાત કતલની રાત થઈ જાત. અન્ય એક રેલીમાં પીએમએ કહ્યું હતું કે, શું તમારો પહેલો વોટ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર વીર જવાનોને સમર્પિત થઈ શકે છે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular