Monday, May 6, 2024
HomeવિદેશWORLD: ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં ગરમીથી લોકો ત્રાહિમIમ

WORLD: ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં ગરમીથી લોકો ત્રાહિમIમ

- Advertisement -

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ઝપેટમાં છે. જેના કારણે સતત હવામાન પરિવર્તન અને વધતી ગરમીનો પ્રકોપ ચાલુ છે. પૃથ્વીના તાપમાનમા થઇ રહેલા સતત વધારાને “‘ગ્લોબલ વોર્મિંગ”‘ કહેવામાં આવે છે.ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણા દેશોમાં ગરમી ચાલી રહી છે, ત્યારે કેટલાક દેશો એવા છે જ્યાં તીવ્ર ઠંડી પડી રહી છે.

વૈજ્ઞાનિકોને ગરમ આર્કટિક-કોલ્ડ ખંડ અથવા WACC ઘટનાની ભૂમિકા મહત્વની હોવાનું જણાયું છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, અતિશય ઠંડી માટે ગ્લોબલ વોર્મિંગ પણ જવાબદાર છે.તાજેતરમાં જ ગ્વાંગજુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ એક સંશોધન કર્યું છે. જેમાં આર્કટિકમાં ઘટી રહેલા બરફ પર પણ રિસર્ચ કરવામાં આવ્યું છે.આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જેટ સ્ટ્રીમ ઠંડી આર્કટિક હવાને ગરમ હવાથી દક્ષિણ તરફની અલગ કરનારી સીમા તરીકે કામ કરે છે. ગરમ થઇ રહેલા આર્કટીકના કારણે તેના અને મધ્ય અક્ષાસોંની વચ્ચેના તાપમાનના તફાવતને કારણે ઘટી રહ્યું છે. આના કારણે જેટ સ્ટ્રીમ નબળી પડી જાય છે.  આ વિસ્તારોમાં ભારે ઠંડીનો અનુભવ થાય છે, જે દર્શાવે છે કે કેવી રીતે ગરમ આર્કટિક તે પ્રદેશના હવામાન પેટર્ન પર લાંબા ગાળાની અસર કરે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular