આગામી 23 ઓગસ્ટના રોજ યોજાશે શાશ્વત ધામ રાજસ્થાનના ઉદયપુરમાં એરપોર્ટ રોડ પર તુલસી સરાઈ પાસે સોશિયલ મીડિયા ફાઉન્ડેશનની રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. સોશિયલ મીડિયા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય ખજાનચી અને જાજ્વલ્ય ન્યૂઝના સંપાદક યોગેશ ભંડારીએ બેઠક 23 ઓગસ્ટના રોજ યોજાનાર હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા ફાઉન્ડેશનની રાષ્ટ્રીય કાર્યકારિણીની એક મહત્વપૂર્ણ બેઠક 23 ઓગસ્ટના રોજ ઉદયપુરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અખિલ બંસલ દ્વારા યોજવામાં આવનાર છે.
જેમાં સમગ્ર ભારતમાંથી રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો ભાગ લેશે. ત્યારે આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. આ પ્રસંગે સોશિયલ મીડિયાના સ્થાપક કિશોરભાઈ ભંડારી, ડો.અખિલ બંસલ જયપુર, અર્જુનસિંહ ચંદેલ ઉજ્જૈન, જીતેન્દ્ર શાહ ધુલિયા, પ્રવીણ ભંડારી શિરૂર, ડો.નીતીન શર્મા ઉદેપુર, રાજેશ નાહર ખેતીયા, એડવોકેટ રાજેશ મુથા જયપુર, ડો. પ્રદીપ જૈન ઈન્દોર, કાંતિલાલ રાકા પુના, અનિલ જૈન દિલ્હી, અનિલ શર્મા, પવન માકન CN 24 News ચેનલના MD અને અખિલ ભારતીય હિન્દૂ સેનાના ક્રાંતિકારી મહામંત્રી અમદાવાદ, રીના સિન્હા મુંબઈ, એન.પી.અગ્રવાલ ભોપાલ, પ્રશાંત માણેકર નાગપુર, હેમંત જૈન ઈન્દોર, સુરેન્દ્રકુમાર સલુમ્બર, ડો.રાજીવ પ્રચંડીય અલીગઢ ગોપાલ રાજપૂત દિલ્હી, તમામ પત્રકારો પણ ઉપસ્થિત રહેશે. સોશિયલ મીડિયા ફાઉન્ડેશનમાં સમગ્ર ભારતમાંથી પત્રકારત્વ, મીડિયા, લેખકો, સામાજિક કાર્યકરો, રાજકારણીઓ, સામાજિક પ્રભાવકો વગેરે ક્ષેત્રોના લોકોનો સમાવેશ થાય છે. તેના સભ્યોની સંખ્યા એક હજારથી વધુ છે જે તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.


