BOLLYWOOD : કિંગમાં કરીના શાહરૂખ ખાન સાથે ડેડી કૂલ સોંગ પરફોર્મ કરશે

0
14
meetarticle

શાહરુખની આગામી ફિલ્મ ‘કિંગ’માં કરીના કપૂર ખાન ડેડી કૂલ નામના સોંગમાં શાહરુખ ખાન સાથે પરફોર્મ કરશે. કરીના અને શાહરુખ પંદર વર્ષે ફરી સાથે કામ કરશે. શાહરુખ અને કરીનાએ ‘કભી ખુશી કભી ગમ’ અને ‘અશોકા’ તથા ં’રા વન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

સચીન-જિગર દ્વારા કંપોઝ કરવામાં આવેલાં આ ગીતના શૂટિંગને દક્ષિણ આફ્રિકામાં પાંચ દિવસમાં આટોપી લેવામાં આવશે. આ મહિનાના અંતે આ ભવ્ય ગીતને શૂટ કરવા કરીના પાંચ દિવસ માટે દક્ષિણ આફ્રિકા જશે. બીજી નવેમ્બરે શાહરુખ ખાનના જન્મ દિવસે પણ આ ફિલ્મ અંગે મોટી જાહેરાત કરવામાં આવશે તેમ મનાય છે. ડેડી કૂલ ગીતમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પણ પરફોર્મ કરવાના છે પણ તેની વિગતો જાહેર કરાઇ નથી.


સિદ્ધાર્થ આનંદ લિખિત અને નિર્દેશિત ‘કિંગ’ ફિલ્મ સુહાના ખાનની કેરિયર ઉંચકાય તે માટે બનાવવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here