BOLLYWOOD : કાંતારા વિવાદમાં રણવીર નવેસરથી માફીનામું આપશે

0
187
meetarticle

રણવીર સિંહે ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભ શેટ્ટીની એક્ટિંગની પ્રશંસા કરવાના પ્રયાસમાં દેવીની મિમિક્રી કરી હોવાના વિવાદમાં ફરી નવેસરથી માફીનામું લખી પવાની બાંહેધરી કર્ણાટક હાઈકોર્ટને આપી છે. 

રણવીરે અગાઉ પણ હાઈકોર્ટમાં માફીનામું આપ્યું હતું. પરંતુ, ખુદ કોર્ટે નોંધ્યું હતું કે તેમાં કોઈ પ્રકારની ગંભીરતા હોય તેવું  જણાતું ન હતું. રણવીરે તેમાં જણાવ્યું હતું કે પોતે સિંધી માહોલમાં ઉછર્યો હોવાથી આ દેવી બાબતે  ધાર્મિક લાગણીઓનો તેને ખ્યાલ ન હતો. 

હવે રણવીરે હાઈકોર્ટને કહ્યું છે કે તે તા. ૨૩મી એપ્રિલે નવું માફીનામું રજૂ કરશે. જેમાં અદાલત તથા અરજદારને સંતોષ થાય તેવા  શબ્દોનો  પ્રયોગ કરાશે. 

મૂળ અરજદારે રણવીરના માફીનામાંના લગભગ દરેક વાક્ય સામે વાંધા રજૂ કર્યા હતા. અરજદારે એમ પણ કહ્યું હતું કે રણવીરને લેશમાત્ર પણ પસ્તાવો હોય તેમ લાગતું નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here