આરોગ્યક્ષેત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારના વિષય પર બનેલી ફિલ્મ સૂર્યાઃ આરંભ સે અંત તક ૨૦ નવેમ્બરે રિલિઝ થવાની હતી તે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાંધાને પગલે ફિલ્મની રિલિઝ મુલતવી રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સની દેઓલની આ ફિલ્મ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મળ્યા બાદ પંદરમી જાન્યુઆરીએ રિલિઝ કરવાની વિચારણા થઇ રહી છે.
સનીના જન્મદિને ફિલ્મનો ડિજિટલ પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો તેના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટર સામે દર્શાવવામાં આવેલી હિંસાનો મુદ્દો ઉઠાવી કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને પત્ર લખી ફરિયાદ કરી હતી. જેને પગલે હવે સેન્સરબોર્ડનું ફિલ્મને પ્રમાણપત્ર મળે એ પછી જાન્યુઆરીમાં ફિલ્મને રિલિઝ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

જો કે, ૨૦૨૬માં સની દેઓલની ચાર ફિલ્મો બોર્ડર ટુ, બટવારા ૧૯૪૭, રામાયણ અને ઇક્કા રિલિઝ થઇ છે. એગાઉ સનીની એક જ વર્ષમાં ચાર ફિલ્મો ૨૦૦૭માં બીગ બ્રધર, ફૂલ એન ફાઇનલ, અપને અને કાફિલા રજૂ થઇ હતી.
આરોગ્યક્ષેત્રે ભ્રષ્ટાચાર દર્શાવતી આ ફિલ્મ 20 નવેમ્બરે રિલીઝ થવાની હતી. IMAએ ડોક્ટરો પ્રત્યે હિંસા દર્શાવતા પ્રોમો સામે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને ફરિયાદ કરી હતી. હવે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મળ્યા બાદ 15 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન છે.

