BUSINESS : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! બે દિવસમાં સોનું ₹5,000 અને ચાંદી ₹8,000 સસ્તી

0
16
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ તૂટયા હતા. પ્લેટીનમના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંસના ૩૯૦૦ ડોલરની અંદર ઉતર્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં કિંમતી ધાતુઓના ભાવ તૂટતા જોવા મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠવધુ રૂ.૨૦૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૩૫૨૬૫ તથા ૯૯૯ના રૂ.૧૩૫૮૦૯ બોલાતા થયા હતા.

મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર આજે વધુ રૂ.૩૦૦૦ તૂટી રૂ.૧૭૮૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ૩૯૪૮ વાળા ૩૮૭૫ થઈ ૩૮૯૪થી ૩૮૯૫ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૫૧.૦૩ વાળા ૪૯.૫૯ ડોલર થઈ ૫૦.૦૪થી ૫૦.૦૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૨૬ વાળા ૧૫૦૫ થઈ ૧૫૧૭થી ૧૫૧૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં જોકે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ ઉછળી રૂ.૫૫૯૪૦ બોલાતા થયા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૬૨ ટકા તૂટી ૩ મ હિનાના તળિયે ઉતરી ગયાના સમાચાર હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૨.૨૯ વાળા ૯૬.૮૧ થઈ ૯૫.૮૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૫.૯૬ વાળા ૮૯.૨૦ થઈ ૮૮.૩૬ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર છાશવારે હુમલાઓ થતા રહેતાં જહાજોની અવરજવરમાં હજી અજંપો જણાયો છે. યુએઈ દરિયાકાંઠે પણ ઓઈલ ટેન્કર પર હુમલો થયાના સમાચાર મળ્યા હતા. ઈરાન સાથે શાંતિકરારની શક્યતા ઓછી હોવાનું ટ્રમ્પે જણાવતાં તેની ઈમ્પેકટ પણ ક્રૂડતેલ બજાર પર દેખાઈ હતી.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ બે દિવસમાં રૂ.૫૦૦૦ તૂટયા છે જ્યારે ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૮૦૦૦ ગબડયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here