BUSINESS : ‘ફ્લાઇટ્સ રદ કરવી પડી શકે છે’! એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટે ઇંધણના ભાવ વધતાં સરકારને મદદ કરવા વિનંતી કરી.

0
8
meetarticle

યુએસ-ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કરીને પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર સંઘર્ષ છેડ્યો હતો, જેને કારણે વિશ્વભરમાં ઇંધણના પુરવઠાને માઠી અસર પહોંચી છે. વિવિધ ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એવામાં કેટલીક ભારતીય એરલાઇન્સે ચિંતા વ્યક્ત કરી છે કે ઇંધણના ઊંચા ભાવને કારણે તેઓ ઓપરેશન બંધ કરવાની આરે છે.

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા સહિત ભારતની મુખ્ય ત્રણ એરલાઇન્સે કેન્દ્ર સરકારને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં ઘટાડો કરવા અરજી કરી છે. ATFના ભાવ વધતા એરલાઇનના ઓપરેશન ખર્ચમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ મીનીસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનને લખેલા પત્રમાં જણાવ્યું, “… કોઈ પણ એડહોક પ્રાઈઝીંગ (ડોમેસ્ટિક વિરુદ્ધ ઇન્ટરનેશનલ) અને/અથવા ATF ની કિંમતમાં અતાર્કિક વધારાને એરલાઇન્સને મોટું નુકસાન પહોંચશે અને વિમાનોને ગ્રાઉન્ડ કરવા પડશે, જેના પરિણામે ફ્લાઇટ્સ રદ કરવી પડશે.”

FIAમાં એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટનો સમાવેશ થાય છે. 26 એપ્રિલના રોજ લખવામાં આવેલા પત્રમાં FIAએ જણાવ્યું, “ટકી રહેવા અને કામગીરી ચાલુ રાખવા માટે, અમે વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક અને અર્થપૂર્ણ નાણાકીય સહાય માટે તમારા (સરકારના) તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ.”

ફેડરેશનએ જણાવ્યું કે લાંબા અંતરના રૂટ પર ચાલતી ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ફેડરેશનએ જણાવ્યું કે મંત્રાલય ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ઓપરેશન માટે ઇંધણની કિંમત સમાન રાખે.

નોંધનીય છે કે સરકારે ડોમેસ્ટિક ઓપરેશન માટે ATF ના ભાવમાં પ્રતિ લિટર 15 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ઇન્ટરનેશનલ ઓપરેશન તેમાં પ્રતિ લિટર 73 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.એરલાઇન્સ દ્વારા ATF પર એક્સાઇઝ ડ્યુટી કામચલાઉ રીતે મુલતવી રાખવાની છે, જે હાલ ATF પર એક્સાઇઝ ડ્યુટી 11 ટકા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here