Friday, April 26, 2024
Homeઅમદાવાદ : સરદારનગર પોલીસ મથકના ASIની પિસ્તોલ ગાયબ : 7 દિવસ બાદ...
Array

અમદાવાદ : સરદારનગર પોલીસ મથકના ASIની પિસ્તોલ ગાયબ : 7 દિવસ બાદ કરી ફરિયાદ

- Advertisement -

અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIની સર્વિસ પિસ્તોલ ગુમ થયાની ફરિયાદ સામે આવી છે. ASI રઘુભાઈ વિઠ્ઠલભાઇએ પિસ્તોલ ચોરી થયાની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે તેમણે સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. ASI રઘુભાઈના જણાવ્યા મુજબ, વર્ષ 2018માં નાયબ કમિશ્નર તરફ આપવામાં આવેલી પિસ્તોવ જેનો બટ નંબર ADC – 369 તથા 10 કાર્ટીસ જે સર્વિસ દરમિયાન ઉપયોગ કરતા હતા. ગત તારીખ 3-10-2020ના રોજ ASIએ પોતાની પિસ્તોલ બેગમાં રાખી હતી. જો કે ચાર દિવસ બાદ બેદમાં ચેક કરતા પિસ્તોલ ગાયબ હતી. ASI રઘુભાઈ બેગમાં પિસ્તોલ પડી છે તેમ માની બેગ સાથે લઇને ફરતા હતા. જો કે ચેક કરતા સર્વિસ રિવોલ્વર ગુમ હતી.

ASI રઘુભાઈ ભરવાડ છેલ્લા એક અઠવાડિયા પોતાની સર્વિસ રિવોલ્વર ગુમાવી દીધા બાદ પણ કોઈ જાણ નહિ કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો ખુજ લોકોની રક્ષા કરતા પોલીસ પોતાની પાસેની રિવોલ્વર સંભાળી શકતી નથી તો શું આમ જનતાની રક્ષા કરશે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

ASI રઘુભાઈ ભરવાડ છેલ્લા 3 વર્ષથી સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમના પાસેની સર્વિસ રિવોલ્વર છેલ્લાં એક અઠવાડિયાથી ક્યાંક ગુમ થઈ ગઈ છે. ASIએ આ મામલે તેમના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને કોઈ જાણ કરી ન હતી. જો કે શોધખોળ બાદ પણ રિવોલ્વર ન મળતા આખરે તેમણે ફરિયાદ દાખલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular