હોન્ડાએ હાઇનેસ CB350ના બંને વેરિઅન્ટની કિંમત જાહેર કરી, પ્રારંભિક કિંમત 1.85 લાખ રૂપિયા

0
19

હોન્ડા હાઇનેસ CB350ની કિંમતનું સસ્પેન્સ આખરે સમાપ્ત થઈ ગયું છે. કંપનીએ ઓફિશિયલી આ બાઇકની કિંમત જાહેર કરી દીધી છે. હોન્ડા હાઇનેસ CB350 (DLX)ની કિંમત 1.85 લાખ રૂપિયા, જ્યારે DLX Proની કિંમત 1.90 લાખ રૂપિયા હશે. કંપનીએ ગયા અઠવાડિયે જ આ બાઇક લોન્ચ કર્યું હતું. કિંમતને ધ્યાનમાં રાખીને કહી શકાય કે 5 હજાર રૂપિયા વધારે ખર્ચીને DLX Pro વેરિઅન્ટમાં ડ્યુઅલ પેન્ટ ઓપ્શન, ટૂ-યૂનિક હોર્ન અને હોન્ડા સ્માર્ટફોન વોઇસ કન્ટ્રોલ સિસ્ટમ જેવાં એડવાન્સ્ડ ફીચર્સ મળશે. ભારતમાં આ પહેલી ક્રૂઝર બાઇક છે અને આ સાથે કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં 300-350cc મોડર્ન ક્લાસિક બાઇક સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે.

કોમ્પિટિટર્સની સરખામણીએ હાઇનેસ CB350 કેટલી મોંઘી?

  • હોન્ડા હાઇનેસ CB350 ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમથી સજ્જ છે. તેની પ્રારંભિક કિંમત 1.85 લાખ રૂપિયા છે, જે ક્લાસિક 350 કરતાં થોડી વધારે છે. રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 (ડ્યુઅલ-ચેનલ-ABS)ની કિંમત 1.70-1.87 લાખ રૂપિયા છે.
  • જાવા મોટરસાયકલની વાત કરીએ તો જાવા 42ના ડ્યુઅલ ચેનલ ABS મોડેલની કિંમત 1.74 લાખ રૂપિયા છે અને જાવાના ડ્યુઅલ ચેનલ-ABS મોડેલની કિંમત 1.83 લાખ રૂપિયા છે. એટલે કે, આ પણ હાઇનેસ CB350 કરતાં સસ્તી છે.
  • જો કે, બેનેલીની ઇમ્પિરિયલ 400 મોટરસાયકલ હાઇનેસ CB350 કરતાં થોડી મોંઘી છે. તેની કિંમત 1.99-2.11 લાખ રૂપિયા સુધી છે. (તમામ કિંમતો, એક્સ શો રૂમ દિલ્હી)

હોન્ડા હાઇનેસ CB350: ડિઝાઇન ડિટેલ્સ

કંપનીએ તેને રેટ્રો ડિઝાઇન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમાં રાઉન્ડ LED હેડલેમ્પ, સિંગલ પોડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એલોય વ્હીલ્સ, ક્રોમ હેડલાઇટ્સ અને મોટી ફ્યુલ ટેંક, ક્રોમ ફેન્ડર્ડ, રિઅર શોક એબ્ઝોર્બર, રેટ્રો ટર્ન ઇન્ડિકેટર્સ અને રેટ્રો સ્ટાઇલ એક્ઝોસ્ટ પાઇપ આપવામાં આવી છે. બાઇકનું એન્જિન અને મિરર્સ પર પણ અનેક જગ્યાએ ક્રોમ એલિમેન્ટ્સ જોવા મળશે.

એન્જિન ડિટેલ્સ

  • નવી હાઇનેસ CB350માં 348.36ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5500rpm પર 20.8hp પાવર અને 3000rpm પર 30Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
  • નવી હાઇનેસ CB350માં બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ફ્રંટમાં 310mm અને રિઅરમાં 240mm ડિસ્ક આપવામાં આવી છે. ફ્રંટ સસ્પેન્શનમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં ટ્વીન શોક એબ્ઝોર્બર આપવામાં આવ્યું છે. તેનાં ટાયર આગળની બાજુ 100 / 90-19 અને પાછળની બાજુ 130 / 70-18 ડાયમેન્શનના છે.
  • બાઇકની લંબાઈ 2163mm, પહોળાઈ 800mm અને ઉંચાઈ 1107mm છે. તેમાં 166mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. હાઇનેસ CB350માં 15 લિટરની ફ્યુલ ટેંક અને 181 કિલોનું કર્બ વેટ છે.

તેમાં અનેક ફર્સ્ટ ઇન સેગમેન્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે

  • કંપનીનું કહેવું છે કે, હોન્ડા હાઇનેસ CB350માં અનેક ફર્સ્ટ ઇન સેગમેન્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે, જેમ કે, હોન્ડા સ્માર્ટફોન વોઇસ કન્ટ્રોલ સિસ્ટમ (HSVCS), હોન્ડા સિલેક્ટેડ ટોર્ક કન્ટ્રોલ (HSTC) અને એક આસિસ્ટન્ટ સ્લિપર ક્લચ મળશે.
  • HSVCS સાથે તમે તમારો સ્માર્ટફોન પણ બાઇક સાથે કનેક્ટ કરી શકો છો અને નેવિગેશન, મ્યૂઝિક, ફોન કોલ અને ઇનકમિંગ મેસેજ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. HSTC સિવાય તેમાં ડ્યુઅલ ABS પણ સેફ્ટી ફીચર તરીકે મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here