Sunday, May 19, 2024
Homeકોરોના રાજકોટ : ભાવનગરના શિહોરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, રાજકોટમાં...
Array

કોરોના રાજકોટ : ભાવનગરના શિહોરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, રાજકોટમાં 94 સેમ્પલ નેગેટિવ આવ્યા

- Advertisement -

રાજકોટ. ભાવનગર જિલ્લાના શિહોરના જલુના ચોકમાં રહેતા સિરાઝ હનીફભાઈ દસાડીયાનું સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ શિહોરના જલુના ચોકમાં રહેતા અને વડોદરા નાગરવાડા ગયેલા અલ્ફાઝ હનીફભાઈ દસાડીયાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના સંપર્કમાં સિરાઝ દસાડીયાનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે.

94 સેમ્પલ નેગેટિવ આવ્યા

સૌરાષ્ટ્રમાં આજે લેવાયેલા 103 સેમ્પ પૈકી 94 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમાં રાજકોટમાં 98, જિલ્લામાં 3 અને અન્ય જિલ્લાઓમાં 2 સેમ્પલ લેવાયા હતા. 63 પુરૂષ અને 40 મહિલાઓનો સમાવેશ થાય છે. 5 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે.

ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને લઇને વેપારીઓમાં અસમંજસમાં પડ્યા

ગૃહ મંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઇડલાઇનને લઇને વેપારીઓમાં અસમંજસમાં પડી ગયા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે, આજે સવારે 11 વાગ્યા બાદ મુખ્યમંત્રી અધ્યક્ષતામાં બેઠક મળશે. કોરોના વાઈરસ સામે લડત એળે ન જાય એ ધ્યાનમાં રાખી ધંધા રોજગાર શરૂ કરવામાં આવશે. સરકાર જે નિર્ણય જારી કરશે તેને માન્ય રાખી રાજકોટમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને નાના વેપાર ઉદ્યોગ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular