Sunday, May 5, 2024
Homeગોંડલ : કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્સીક્લોરોકવીન દવાના બે ઘટક હડમતાળાની...
Array

ગોંડલ : કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્સીક્લોરોકવીન દવાના બે ઘટક હડમતાળાની ફેક્ટરીમાં તૈયાર થઈ રહ્યા છે

- Advertisement -

કોરોનાવાયરસનું મારણ શોધવા વિશ્વ આખું ઊંધે માથે થયું છે ત્યારે હાલ ભારતમાં બનતી હાઇડ્રોક્સીક્લોરોકવીન દવાનો ઉપયોગ કરોના દર્દી માટે આશાનું કિરણ બન્યું છે ત્યારે આ દવાની માંગ વિશ્વ આખામાં થવા પામી છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ વધુમાં વધુ ઉત્પાદન થાય તેવા પ્રયાસો કરવા સૂચન કરાયું છે.

ગોંડલ તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.માં આવેલ રાજકોટના રહેવાસી અલ્કેશભાઇ ગોસલીયાની પારમેક્સ ફાર્મા લિમિટેડ કંપનીમાં હાઇડ્રોક્સીક્લોરોકવીન ટેબલેટ બનાવવાના ઉપયોગમાં આવતાં નોવેલડાયામાઇન તેમજ અન્ય એક ઘટક બનાવવામાં આવી રહ્યું છે જે કેડીલા (ZYDUS) કંપનીને પહોંચાડવામાં આવશે એક મહિનામાં ઓછામાં ઓછો આશરે સાતથી આઠ ટન મટીરીયલ તૈયાર કરી પહોંચાડવાનો ઓર્ડર મળી ચૂક્યો છે.

દેશ સેવા કરવાનો મોકો મળ્યાનું ગૌરવ

આ તકે અલ્કેશભાઇ ગોસલીયાએ જણાવ્યું હતું કે ભારત અને સમગ્ર વિશ્વ પર કોરોનાની આફત આવી ચૂકી છે દેશનો નાનામાં નાનો નાગરિક સૈનિકની જેમ લડી રહ્યો છે ત્યારે અમારી પણ ફરજ છે કે અમે વધુને વધુ દવાના ઘટકનું ઉત્પાદન કરી દેશસેવા નિભાવીએ અમારી પાસે થોડી ટેકનોલોજીની અછત હતી જે કેડીલા કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવી છે કંપનીના ત્રણ સાયન્ટિસ્ટોએ બાર દિવસ પારમેક્સ ફાર્મમાં રોકાઈ કંપનીને ટેકનોલોજીથી સજ્જ કરી ચુક્યા છે. અમોને પણ દેશ સેવા કરવાનો મોકો મળ્યાનું ગૌરવ છે, જીવનમાં હંમેશા પૈસા જ મહત્વના હોતા નથી દેશ સેવા પણ મહત્વની જ હોય છે, તે માટે મારી સમગ્ર ટીમે કમર કસી છે.

હાઇડ્રોક્સીક્લોરોકવીનના ઘટકો બનાવતી જિલ્લાની એકમાત્ર કંપની

રાજકોટ જિલ્લામાં દવા બનાવતી ઘણી કંપનીઓ અને ફેક્ટરીઓ છે પરંતુ હાઇડ્રોક્સીક્લોરોકવીનના ઘટકો બનાવતી એકમાત્ર પારમેક્સ કંપની છે આ ઉપરાંત ઘણા ડ્રગ ઇન્ટરમિડીયેટ બનાવવામાં આવે છે જે ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, એચએલાએલ ( ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) ને પણ સપ્લાય કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular