NATIONAL : પીએમ મોદીએ સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને કહ્યું, “વિભાગીય સિલો તોડી નાખો; યોજનાઓની અસર જમીન પર દેખાવી જોઈએ

0
26
meetarticle

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સેવા તીર્થ’ ખાતે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રથમ, ‘Ease of Doing Business’ અને ‘Ease of Living’ને વધુ અસરકારક બનાવવા માટે નિયમોમાં સરળતા અને વહીવટી સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ભવિષ્યની વ્યૂહરચના અંગે પણ ચર્ચા
બીજો મહત્વપૂર્ણ મુદ્દો દેશને વધુ આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને ગતિ આપવાનો હતો. બેઠક દરમિયાન વિવિધ સચિવોએ પોતાના મંત્રાલયો અને વિભાગો દ્વારા આ બંને ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી હતી. સાથે જ વડાપ્રધાનના વિકાસના વિઝનને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે હાથ ધરાયેલા પ્રયાસોની પણ રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોને લગતા પડકારો, સુશાસનને વધુ મજબૂત બનાવવા અને સરકારી સેવાઓની ગુણવત્તા સુધારવા માટે ભવિષ્યની વ્યૂહરચના અંગે પણ ચર્ચા થઈ હતી.

તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કાર્ય કરવું
વડાપ્રધાન મોદીએ ‘Whole-of-Government’ અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સરકારના તમામ વિભાગોએ અલગ-અલગ કામ કરવાને બદલે પરસ્પર સંકલન સાથે કાર્ય કરવું જોઈએ, જેથી નીતિઓનો વધુ અસરકારક અમલ થઈ શકે. તેમણે ‘PM ગતિશક્તિ’ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરવાની પણ અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ પ્લેટફોર્મ વિભાગો વચ્ચે માહિતીના આદાન-પ્રદાન, સંકલિત આયોજન અને તથ્ય આધારિત નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રીએ સચિવોને એવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું, જેનો સીધો અને સકારાત્મક લાભ સામાન્ય નાગરિકોના જીવન પર પડે અને દેશના સર્વાંગી વિકાસને નવી ગતિ મળે.

વડાપ્રધાને સચિવોને ખાસ તાકીદ કરી હતી કે તેઓ પોતાનું સંપૂર્ણ ફોકસ એવી યોજનાઓ પર રાખે જે સીધી રીતે સામાન્ય જનતાના જીવન પર ઊંડો અને સકારાત્મક પ્રભાવ પાડી શકે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here