Friday, April 26, 2024
Homeપાકિસ્તાનના રાજકારણમાં વધુ એક ભુટ્ટો : બેનજીર ભુટ્ટોની દીકરી આસિફા પણ રાજકારણમાં...
Array

પાકિસ્તાનના રાજકારણમાં વધુ એક ભુટ્ટો : બેનજીર ભુટ્ટોની દીકરી આસિફા પણ રાજકારણમાં આવી, ભાઈ બિલાવલ કોરોના પોઝિટિવ.

- Advertisement -

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની દીકરી આસિફા રાજકારણમાં આવી ગઈ છે. આસિફાએ સોમવારે મુલ્તાનમાં પાકિસ્તાન ડેમોક્રેટેક મૂવમેન્ટ (PDM)ની રેલીમાં ભાષણ આપ્યું છે. આસિફાએ કહ્યું, હવે સમય આવી ગયો છે, જ્યારે મુલ્કની સત્તા પર કબજો કરનાર સરકારને ઘરે મોકલવામાં આવે. અમે બધા ઈમરાન સરકારને ઈલેક્ટેડ નહીં, પરંતુ સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર માનીએ છીએ.

આસિફાનું ગ્રેજ્યુએશન બ્રિટનમાં થયું છે, હવે તે પાકિસ્તાનના રાજકારણમાં એક્ટિવ થઈ ગઈ છે.
આસિફાનું ગ્રેજ્યુએશન બ્રિટનમાં થયું છે, હવે તે પાકિસ્તાનના રાજકારણમાં એક્ટિવ થઈ ગઈ છે.

આસિફાના ભાઈ બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન છે. તેને ગયા સપ્તાહમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. માનવામાં આવે છે કે ભાઈની મદદ માટે આસિફા પહેલીવાર કોઈ રાજકીય રેલીમાં એક્ટિવ જોવા મળ્યાં છે.

ઈમરાન ન રોકી શક્યા રેલી મુલ્તાનમાં સોમવારે થયેલી આ રેલીને રોકવા માટે ઈમરાન ખાન સરકારે ખૂબ પ્રયત્નો કર્યો હતા. રેલી સ્થળના ઘણા કિલોમીટર પહેલાં જ બેરિકેડ અને કન્ટેનર્સ લગાવી દેવામાં આવ્યાં હતાં. તેમ છતાં હજારો કાર્યકર્તાઓ રેલીસ્થળ પર પહોંચ્યા હતા. ઘણા વિપક્ષી નેતાઓની પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી મરિયમ અને જમાત-એ-ઈસ્લામના નેતા મૌલાના ફઝલ-ઉર-રહમાન પણ આ રેલીમાં સામેલ થયા હતા. PDMમાં કુલ 11 વિપક્ષી પાર્ટી છે.
પિતા અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તેમનાં ત્રણ બાળક સાથે.
પિતા અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તેમનાં ત્રણ બાળક સાથે.

 

ગેરસમજમાં ઈમરાન

રેલીમાં આસિફાએ કહ્યું છે- ઈસ્લામાબાદમાં બેઠેલી સરકારને એવી ગેરસમજ છે કે તેઓ વિપક્ષને દબાવી દેશે. અમે દરેક અન્યાય સામે અવાજ ઉઠાવીશું. ઈમરાનને એક જ મેસેજ છે- તમારો સમય હવે પૂરો થઈ ગયો છે. હવે બિસ્તરાં-પોટલાં બાંધીને રવાના થઈ જાઓ, મારી માતાએ આ દેશ માટે કુરબાની આપી છે. પિતા આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

આસિફાએ ઈમરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેમને એમ લાગતું હશે કે અમે લોકો ધરપકડ અને અન્યાયથી ડરી જઈશું. જો તેઓ અમારા ભાઈઓની ધરપકડ કરશે તો અમે બહેનો સરકાર સાથે સંઘર્ષ કરીશું.

ભાઈ બિલાવલ ઝરદારી સાથે આસિફા અને બખ્તાવર ભુટ્ટો.
ભાઈ બિલાવલ ઝરદારી સાથે આસિફા અને બખ્તાવર ભુટ્ટો.

 

પરિવારમાં સૌથી નાની છે આસિફા

આસિફા અલી ઝરદારી અને બેનજીરનાં ત્રણ બાળક છે. 27 વર્ષની આસિફા સૌથી નાની છે. તેનું એજ્યુકેશન બ્રિટનમાં થયું છે. આસિફાની મોટી બહેન બખ્તાવરના તાજેતરમાં જ લંડનના એક બિઝનેસમેન સાથે લગ્ન થયા છે. ભાઈ બિલાવલ પીપીપીના ચેરમેન છે. પિતા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. મા બેનજીરનું 27 ડિસેમ્બર 2007માં એક આતંકી હુમલામાં મોત થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular