Wednesday, May 1, 2024
HomeરેસિપીRecipe : શિયાળામાં બનાવો પાલકના મુઠિયા, બાળકોને પસંદ પડશે

Recipe : શિયાળામાં બનાવો પાલકના મુઠિયા, બાળકોને પસંદ પડશે

- Advertisement -

શિયાળાની સીઝનમાં લીલા શાકભાજી મોટા પ્રમાણમાં બજારમાં આવવા લાગે છે. આ સાથે શિયાળામાં ગુજરાતીના રસોડામાં અવનવી વાનગીઓ પણ બનવા લાગે છે. આ સીઝનમાં પાલક પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આજે આપણે પાલકના મુઠિયાની રેસિપી જાણીશું. પાલકના મુઠિયા કે ઢોકળાની વાત કરીએ તો તે સ્વાદમાં પણ મસ્ત હોય છે. નાના બાળકોથી લઈ મોટેરાઓને તે ખુબ પ્રિય હોય છે. આ પાલક મુઠિયા સવારે નાસ્તામાં, બપોરે જમવામાં કે સાંજે ડીનરમાં તમે બનાવી શકો છો.પાલક મુઠિયા બનાવવાની સામગ્રી

2 વાટકા સમારેલું પાલક
2 વાટકા ઘઉંનો લોટ
થોડા અમથો ચણાનો લોટ
સમારેલી કોથમરી
આદુ
લીલા મરચા સમારેલા
હળદર
લાલ મરચાની ચટણી
ખાવાનો સોડા
તેલ
મીઠું
તલ
મીઠો લીમડો
હીંગ.

પાલક મુઠિયા બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ, સમારેલું પાલક, આદુ, હળદર, ચટણી, મીઠું, ખાવાનો સોડા, હીંગ બધુ બરાબર મિક્સ કરો. પછી તેનો લોટ બાંધો. લોટ બંધાઈ ગયા બાદ નાના નાના મુઠિયા બનાવો. ઢોકળિયામાં થોડું પાણી ગેસ પર મૂકી તેમા તમામ મુઠિયાને બાફવા માટે મુકો. 25 મિનિટ પકાવો. બરાબર ચડી ગયા બાદ ગેસ બંધ કરી દો.

હવે વધાર કરવા માટે કઢાઈમાં તેલ ગેસ પર મૂકો. તેમાં રાય, હિંગ, મીઠા લીમડાના પાન, તેલ, હલદર, વગેરે ઉમેરી મુઠિયાના નાના પીસ કરી ઉમેરો. પછી કોથમીથી ગાર્નિસ કરો. હવે ખાવા માટે તૈયાર છે તમારા પાલકના મુઠિયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular