SPORTS : બેંગલુરુ સામેના રોમાંચક મુકાબલામાં દિલ્હીની લાસ્ટ ઓવરમાં જીત

0
10
meetarticle

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય થયો છે. આ મેચ દિલ્લીએ છેલ્લી ઓવરમાં જીતી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચ દિલ્હીએ 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં RCB એ દિલ્હી કેપિટલ્સ માટે 176 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેનો દિલ્હીએ લાસ્ટ ઓવરમાં ચેઝ કર્યો હતો.

RCB નો સન્માનજનક સ્કોર

આ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરીને સારી શરૂઆત કરી. પણ વિરાટ કોહલી માત્ર 19 રન જ બનાવી શક્યો હતો. બીજા છેડે, ઓપનર ફિલ સોલ્ટે 38 બોલમાં 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગમાં આવેલા દેવદત્ત પડિકલે 18 રન બનાવ્યા, ત્યાર બાદ ટિમ ડેવિડે 26 રન બનાવ્યા હતા. પછી બેટિંગ કરવા આવેલા જીતેશ શર્માએ 20 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી લુંગી એનગિડી, કુલદીપ યાદવ અને કેપ્ટન અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.

દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત

176 રનના ટાર્ગેટને ચેઝ કરતા દિલ્હી કેપિટલ્સનો શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 18 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઓપનર અને વિકેટકીપર કેએલ રાહુલે 34 બોલમાં 57 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 47 બોલમાં અણનમ 60 રન બનાવીને તેને સાથ આપ્યો હતો. કેપ્ટન અક્ષર પટેલે 26 રન બનાવ્યા, જ્યારે ડેવિડ મિલરે 10 બોલમાં અણનમ 22 રન બનાવીને તેમની ટીમને 6 વિકેટથી જીત અપાવી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી આ બંને ટીમ સામ સામે કુલ 34 મેચો રમી છે. જેમાં બેંગલુરુ 20 મેચમાં જીત્યું છે તો દિલ્હી 13 મેચ જીત્યું છે. અને એક મેચ અન ડીસાઈડેડ રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here