Sunday, April 28, 2024
Homeવલસાડ : શિકારી ખુદ શિકાર હો ગયા : મરઘાનો શિકાર કરવા જતા...
Array

વલસાડ : શિકારી ખુદ શિકાર હો ગયા : મરઘાનો શિકાર કરવા જતા દિપડો પાંજરે પુરાયો

- Advertisement -

શિકારી ખુદ શિકાર હો ગયા:મરઘાનો શિકાર કરવા જતા દિપડો પાંજરે પુરાયો

વલસાડ તાલુકાના ગોરગામના તિઘરા ગામેં દીપડો મરઘાનો શિકાર કરવા આવતો હોય જેને લઇને વન વિભાગની ટીમે પાંજરૂ ગોઠવ્યું હતું જેને લઇને રાત્રે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને દીપડાને ચર્ણવઈ ફોરેસ્ટ વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ તાલુકામાં ડુંગળી, ઘમડાચી, ઘડોઇ, સેગવી, ભાગડાવડા, ચીખલા વગેરે તાલુકાઓમાં દિપડા રાતદિવસ દેખાઈ રહ્યા હતા. જેને પકડવા માટે વનવિભાગે પાંજરા ગોઠવ્યા બાદ છેલ્લા એક માસથી આ વિસ્તારમાં દીપડા જોવા મળ્યા નથી. જ્યારે વલસાડ નજીકના ગોરગામ તિઘરા ગામે ઉગમણા ફળિયામાં રહેતા કિશનભાઇ ભીખુભાઈ પટેલ તેમની વાડીમાં તથા આજુબાજુના વિસ્તારોમાં મરઘાના પોલ્ટ્રી ફાર્મ આવેલા હોય ત્યાં ત્યાં દીપડો રાતદિવસ મરઘાનો શિકાર કરવા આવતો હતો. આ વિસ્તારોમાં દીપડાઓ દેખાવાની ઘટના અનેકવાર બની હોય જેને લઇને ગામના આગેવાનો વન વિભાગના આરએફઓ એવા અંજનાબેન પાલવાને જણાવ્યું હતું. જ્યારે આરએફઓ એમની ટીમ સાથે તિઘરા ગામે જઈને જગ્યાનું નિરીક્ષણ કર્યા બાદ પાંચ દિવસ પહેલા વાડીમાં પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં રાત્રે દીપડો પાંજરે પુરાતા આ વાત ગામે ગામે પ્રસરી જતાં ગ્રામજનો દીપડો જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે વનવિભાગની ટીમ પણ ત્યાં જઈને પાંજરૂ લઈને દીપડાને વલસાડના ચણવઇ ફોરેસ્ટ વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા, અને ત્યાથી એમને નવસારી જંગલમાં મોકલી આપવામાં આવશે.

રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWSવલસાડ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular