WORLD : રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો ઃ ૧૬નાં મોત, ૧૦૦થી વધુ ઘાયલ

0
107
meetarticle

રશિયાએ યુક્રેનનાં રહેણાંક વિસ્તારો પર અનેક મિસાઇલોે અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલાઓ સવારથી લઇને રાત સુધી ચાલુ રહ્યાં હતાં. જેમાં ૧૬ લોકોનાં મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ હુમલાને કારણે ડરી ગયેલા લોકો પોતાના ઘરોની બહાર નીકળ્યા ન હતાં. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહનાં સૌથી મોટા હવાઇ હુમલામાં ૭૦૦ ડ્રોન અને અનેક બેલેસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી હતી.

યુક્રેનનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રશિયાએ આ હુમલો રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને કર્યો હતો. કીવનાં ૫૪ વર્ષીય રહેવાસી તેતિયાના સોકોલે જણાવ્યું હતું કે બે મિસાઇલો તેમના ઘર પાસે પડી હતી.યુએનનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનનાં ૧૫,૦૦૦થી વધુ સામાન્ય નાગરિકોનાં મોત થયા છે. રશિયાએ જણાવ્યું છે કે યુક્રેને તેની ઓઇલ રીફાઇનરો પર કરેલા હુમલાનો બદલો લેવા માટે અમે આ હુમલો કર્યો છે.

આ નવો બોંબમારો યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીનાં ચાલુ સપ્તાહમાં જર્મની, નોર્વે અને ઇટાલીનાં ૪૮ કલાકનાં પ્રવાસ પછી કરવામાં આવ્યો છે. રશિયન મિસાઇલોને રોકવા માટે વધુ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની રચના કરવા માટે ઝેલેન્સ્કી આ ત્રણ દેશોનાં પ્રવાસે ગયા હતાં.

નાણાકીય અછતનો સામનો કરી રહેલા યુક્રેન યુરોપિયન યુનિયન પાસેથી મળનાર ૧૦૬ અબજ ડોલરની લોનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે. જો કે હંગેરીએ આ લોન રોકી દીધી છે.

ગયા મહિને રશિયાએ ૨૪ કલાકની અંદર ૯૪૮ ડ્રોન અને ૩૪ મિસાઇલો છોડી હતી. રહેણાંક વિસ્તારો પરનો સૌથી મોટો હુમલો હતો.

રશિયાનાં હુમલામાં ૧૭ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ, ૧૦ પ્રાઇવેટ ઘર, એક હોટેલ, એક ઓફિસ સેન્ટર, કાર ડીલરશીપ, ગેસ સ્ટેશન અને એક શોપિંગ મોલને નુકસાન થયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here