WORLD : મિસ્ટર સિંહ રસ્તા પરથી નહીં હટો તો કાઢી મૂકીશું : ટ્રમ્પ સરકાર

0
3
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં સત્તા પર આવ્યા ત્યારથી તેમણે ભારત વિરોધી નીતિ અપનાવી છે. ટ્રમ્પે સત્તા પર આવતા જ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સથી લઈને કાયદેસરના ગ્રીન કાર્ડ, એચ-૧બી વિઝામાં ભારત વિરોધી નિર્ણયો કર્યા છે. હવે ભારતમાં બ્રિક્સ બેઠકનું આયોજન થઈ રહ્યું છે તેવા સમયે જ ટ્રમ્પનો ભારત વિરોધ ખુલીને સામે આવ્યો છે.

હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે ઈમિગ્રન્ટ્સ વિરોધી એક એઆઈ જાહેરાતમાં લખ્યું છે, ‘મિ. સિંહ અમારા રસ્તા પરથી હટી જાઓ નહીં તો કાઢી મૂકીશું.’ હોમલેન્ડ વિભાગની આ રંગભેદી એઆઈ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અમેરિકાથી લઈને ભારતમાં આ જાહેરાત સામે ભારતીયોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
ટ્રમ્પ સરકારના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની ઈમિગ્રેશન લાગુ કરતી એઆઈ જાહેરાતમાં હોલિવૂડ ફિલ્મ ટ્રાન્સફોર્મર્સની પેરોડી કરાઈ છે. આ એઆઈ જાહેરાતના પોસ્ટરમાં એક રોબોટને માથા પર કપડું બાંધેલા ‘ભારતીય શીખ’નો સામનો કરતા દર્શાવાયો છે, જેમાં ભારતીય મૂળના યુવાનને ‘મિસ્ટર સિંહ’ કહેવાયો છે.
હોમલેન્ડ સિક્યોરિટીના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલી આ ડિજિટલ જાહેરાતમાં ‘ટ્રાન્સફોર્મર્સ’ ફ્રેન્ચાઈઝીના મુખ્ય પાત્ર ‘ઓપ્ટિમસ પ્રાઈમ’ને ડીએચએસના આર્મ પેચ પહેરેલા દર્શાવાયા છે. તે ભૂરી દાઢીવાળા માણસનો સામનો કરતા કહે છે, ‘અમારા રસ્તા પરથી હટી જાઓ, તમને ગાડી ચલાવતા નથી આવડતું, મિસ્ટર સિંહ.’
હોમલેન્ડ સિક્યોરિટીની આ જાહેરાત ટ્રમ્પ સરકારના ગેરકાયદે વસાહતીઓને પોતાની મરજીથી દેશ છોડવા માટે પ્રોત્સાહિત કરવાના અભિયાનનો મહત્વનો ભાગ છે. આ અભિયાનનો પ્રચાર ‘સેલ્ફ ડિપોર્ટ ઓર ફાઈન્ડ આઉટ’ એટલે કે ‘જાતે દેશ છોડો અથવા કાઢી મૂકીશું’ના આક્રમક સૂત્ર સાથે કરાઈ રહ્યો છે. આ જાહેરાતમાં ‘મિસ્ટર સિંહ’ નામથી ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવાયા છે.


હોમલેન્ડ સિક્યોરિટીની એઆઈ જાહેરાતની વીડિયો ક્લિપમાં ટ્રાન્સફોર્મર્સ ફ્રેન્ચાઈઝીના મુખ્ય વિલન મેગાટ્રોન એલિયન્સની મુક્તિ માટે વાતચીત કરતો દર્શાવાયો છે. ટ્રમ્પ સરકાર વિદેશી નાગરિકો માટે ‘એલિયન્સ’ શબ્દનો ઉપયોગ કરે છે. મેગાટ્રોનને ટ્રક ડ્રાઈવરો હરજિંદર સિંહ, રાજિંદર કુમાર, બેકજાન બેશેકીવ, અખરોર બોજોરોવ અને જસવીર સિંહની મુક્તિની માગ કરતા દર્શાવાયો છે. હોમલેન્ડ સિક્યોરિટીએ આ જાહેરાતને તેના માર્ગ અકસ્માત અને અન્ય ગૂનાઓ સાથે જોડાયેલા તેના અભિયાનનો ભાગ ગણાવી.
ટ્રમ્પ સરકારે આ જાહેરાત મારફત ભારતીય મૂળના લોકોને નિશાન બનાવતા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને શિખ કોઅલિશન જેવા સંગઠનોએ આકરી ટીકા કરી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને લખ્યું, ‘સિંહ’ હિન્દુ હોય છે, શિખ હોય છે, અમેરિકન હોય છે અને તેઓ ગાડી ચલાવે છે. આ રંગભેદી, ભારત વિરોધી પ્રોફાઈલિંગથી અમેરિકાના સામૂહિક અંતરાત્માને ઝટકો લાગવો જોઈએ. ભારતમાં પણ આ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here