BOLLYWOOD : ટોક્સિક ફલોપ થતાં હતાશ તારાએ કેમેરામેનને હડસેલ્યો

0
9
meetarticle

મુંબઇમાં એક સ્ટોરમાં જઇ રહેલી તારા સુતરિયાએ તેની સાવ નજીક આવી ગયેલાં કેમેરામેનનો કેમેરા હડસેલી સ્ટોરમાં આગળ વધી જતી હોય તેવો વીડિયો વાયરલ બન્યો છે. તારા સુતરિયાની હાલની ફિલ્મ ‘ટોક્સિક’ બોક્સ ઓફિસ પર સાવ ફલોપ નીવડી છે. આથી તારા પોતાની હતાશા વ્યક્ત કરી રહી હોવાની કેટલાક લોકોએ ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે તારા તેની ફિલ્મોને લીધે નહિ પરંતુ રિલેશનશિપ્સના કારણે જ મોટાભાગે ચર્ચામાં રહેતી હોય છે. ‘ટોક્સિક’માં યશના કારણે ફિલ્મ સુપરહિટ થશે અને પોતાની કારકિર્દી પણ ઊંચકાશે તેવી તારાને આશા હતી. વાયરલ વીડિયો અનુસાર સફેદ વસ્ત્રો અને બ્લેક સનગ્લાસમાં સજ્જ તારા સુતરિયા તેના સ્ટાફે ધરેલી છત્રી નીચે સ્ટોરના પ્રવેશદ્વાર ભણી જઇ રહી હતી ત્યારે અચાનક એક કેમેરામેન તેની સામે આવી જતાં તારા તેનો કેમેરા હડસેલી આગળ વધી ગઇ હતી.


આ દરમ્યાન અન્ય ફોટોગ્રાફર્સ પણ પોઝ મેળવવા માટે તારા તારાના નામની બૂમો પાડી રહ્યા હતા.
બીજી તરફ તારાના ચાહકોએ તેનો બચાવ કરતાં કહ્યું હતું કે પાપારાઝીઓ તેની પર્સનલ સ્પેસમાં દખલ કરી રહ્યા હતા, વાસ્તવમાં તારાએ વધારે જોરથી ધક્કો મારવો જોઈતો હતો. જોકર્સ જેવા કેમેરા પર્સન્સ જાણે તારા તેમની અંગત દોસ્ત હોય તે રીતે બૂમો પાડે છે એ ખોટું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here