મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક, સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ખર્ચ જણાય, પરંતુ આનંદ રહે.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
મિથુન : આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી આપે સંભાળવું પડે.
કર્ક : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ થઈ શકે.
સિંહ : દિવસ દરમ્યાન આપે ઘર-પરિવાર-સગા- સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
તુલા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
ધન : નોકરી-ધંધાના કામકાજની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
મકર : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપની બુદ્ધિ-અનુભવ- આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું પડે. ઘર-પરિવારની ચિંતા જણાય.
મીન : આપના કામમાં ઉપરી વર્ગ – સહકાર્યકર વર્ગ – નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ રહે.

