Monday, May 6, 2024
Homeગુજરાતમાતરના ભાજપના ધારાસભ્ય સહિત 26 લોકોને 2 વર્ષની જેલ સજા

માતરના ભાજપના ધારાસભ્ય સહિત 26 લોકોને 2 વર્ષની જેલ સજા

- Advertisement -

પંચમહાલના શિવરાજપુર પાસેના જીમીરા રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને હાલોલ કોર્ટે સજા સંભળાવી છે. કેસરીસિંહ સહિત 26 લોકોના જુગાર રમતા ઝડપાયા હતા, આ તમામ આરોપીઓને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. સજાની સાથે 4 હજારનો દંડ પણ ફટકારાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડાની માતર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાયા હતા. કેસરીસિંહ પંચમહાલના શિવરાજપુર પાસે આવેલા જીમીરામાં જુગાર રમતા હતાં. અહીં પોલીસે દરોડા પાડતા ધારાસભ્ય કેસરીસિંહ સાથે અન્ય 20થી વધુ લોકો પણ જુગાર અને દારૂની મહેફિલ માણતા ઝડપાયાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular