GANDHINAGAR : દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ

0
16
meetarticle

દહેગામ તાલુકાના દૂધ ઉત્પાદકોના પડતર પ્રશ્નો અને મધુર ડેરીમાં દૂધ ન સ્વીકારાતા પશુપાલકોને થઈ રહેલા આથક નુકસાનના વિરોધમાં આજે ગુરુવારે દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનને સમગ્ર તાલુકાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપતા સવારથી જ બજારો, શોપિંગ સેન્ટરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. પશુપાલકોની આ લડાઈ હવે જન આંદોલનનું સ્વરૃપ ધારણ કરી ચૂકી હોય તેમ જણાય છે.

બુધવારે મળેલી સરપંચ એસોસિએશનની ખાસ બેઠકમાં કળજોદરા, રખિયાલ, દેવકરણના મુવાડા, ઇસનપુર ડોડીયા, કડાદરા, મોટી પાવઠી, કનીપુર, ખાડીયા, વાસણા સોગઠી, લવાડ અને હીલોલ સહિતના અગ્રણી ગામોના સરપંચોએ લેખિત સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત, યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અને તેર ગામ લેવા પાટીદાર સેવા સમાજ જેવા સામાજિક સંગઠનોએ પણ પશુપાલકોના ખભે ખભા મિલાવીને ઊભા રહેવાનો નિર્ધાર કર્યો હતો. રાજકીય મોરચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ લડાઈને ટેકો જાહેર કરતા પશુપાલકોની માંગણી વધુ મક્કમ બની છે.બંધના પગલે દહેગામ શહેરના મુખ્ય બજારો જ નહીં, પરંતુ હાઈવે પર આવેલી હોટલો અને નાના લારી-ગલ્લા ધારકોએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શનમાં સહભાગી થયા હતા. અગાઉ પોલીસ દ્વારા વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવા જેવા કાર્યક્રમો નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા, પરંતુ લોકશાહી ઢબે અપાયેલા બંધના એલાને સરકાર અને વહીવટી તંત્ર સુધી પશુપાલકોનો અવાજ પહોંચાડવામાં સફળતા મેળવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પશુપાલકોની માંગણી સ્વીકારી મધુર ડેરીમાં દૂધ ભરાવવાની છૂટ આપે છે કે પછી પશુપાલકોને ઉત્તમ ડેરીમાં મોકલવા માટેનું દબાણ ચાલુ રાખે છે.બંધને નિષ્ફળ બનાવવા પોલીસ અને તંત્ર મેદાને પણ સંગઠન ટસનું મસ થયું નહીં

દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા મધુર ડેરીમાં દૂધ ભરાવવામાં આવતું હતું જે બંધ કરી દેતા આ દૂધ ઉત્પાદકોને આથક ફટકો પડયો છે આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકો ના વિરોધને ધ્યાનમાં રાખીને અને સામે ચૂંટણી હોવાને પગલે ઉત્તમ ડેરીએ એકાએક પશુપાલકોને ભાવ વધારો આપી દીધો છે તેમ છતાં દહેગામના દૂધ ઉત્પાદકો આ ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવાનું ઇચ્છતા નથી આવી સ્થિતિમાં ગુરુવારે દહેગામ બંધના કાર્યક્રમને પણ નિષ્ફળ બનાવવા માટે સરકારે પોલીસ અને સ્થાનિક તંત્રને મેદાને ઉતાર્યું હતું આ ઉપરાંત ભાજપના હોદ્દેદારોએ પણ બંધ નિષ્ફળ રહે તે માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ દૂધ ઉત્પાદક મંડળ અને વ્યાપારીઓ સહિત ગ્રામ્ય વિસ્તાર પણ આ બંધ બંધના એલાનમાં સજ્જડ રીતે જોડાવું હતું અને દૂધ ઉત્પાદકોની માંગણીને મક્કમ બનાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here