WORLD : વિદેશ મંત્રી જયશંકર UNGAમાં બોલ્યા આંતંકવાદ પર અમારી ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રહેશે

0
8
meetarticle

યુક્રેન યુદ્ધ દુનિયા માટે ચિંતાનો વિષય ગણાવીને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે વિશ્વના દેશોને શાંતિ માટે અપીલ કરી છે, સાથેજ આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ભાર આપીને વિશ્વના નેતાઓને સંબોધન પણ કર્યુ છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્રને સંબોધિત કરતા એ વાત પર ભાર મૂક્યો કે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાના હેતુથી થઈ હતી.

સંઘર્ષ અને ટકરાવથી દુનિયા ચિંતિત

જયશંકરે કહ્યું કે, તેમ છતાં આજે પણ સંઘર્ષ અને ટકરાવ દુનિયાની સૌથી મોટી ચિંતા બની રહી છે. તેમણે શાંતિની અપીલ કરતા કહ્યું કે, શાંતિ જાળવવામાં નિષ્ફળ જવાથી માત્ર સુરક્ષા જ નબળી નથી પડતી, પરંતુ વિકાસ અને પ્રગતિની ઝડપ પર પણ અસર પડે છે. તેમણે ઉમેર્યું કે આજની વૈશ્વિકીકૃત દુનિયામાં કોઈપણ એક ખૂણામાં થતા યુદ્ધની અસર આખી દુનિયા પર પડે છે.

જહાજો પરના હુમલા અંગે ભારતની ફટકાર

જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોમર્શિયલ શિપિંગ અને સમુદ્રી કર્મચારીઓને નિશાન બનાવવાનું બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થતી વખતે. તેમણે તમામ પક્ષોને સંયમ જાળવવા, તણાવ ઓછો કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી. યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, આ યુદ્ધ હવે પાંચમા વર્ષમાં પહોંચી ગયું છે અને તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદીના શબ્દોમાં હવે આ અંતહીન યુદ્ધનો અંત આવવો જોઈએ.

આંતંકવાદ ફેલાવનારાઓ પોતાનું વલણ બદલે

UNGAમાં જયશંકરે આંતંકવાદ સામે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે આંતંકવાદ સામે કોઈ ઢીલ મૂકવામાં નહીં આવે. નામ લીધા વિના પાકિસ્તાન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આંતંકવાદને સતત પ્રોત્સાહન આપનારા એક દેશે તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, દોસ્તી અને સદભાવના આંતંકવાદ સાથે ન ચાલી શકે. આંતંકવાદ ફેલાવનારાઓએ પોતાનું વલણ બદલવું જ પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here