SPORTS : ટીમ ઈન્ડિયાની હાર પાછળનું મોટું કારણ શું? શ્રેયસ અય્યરે કર્યો ચોંકાવનારો ખુલાસો!

0
16
meetarticle

ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો હતો. જે પિચ પર ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 333 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, એ જ પિચ પર ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બેટ્સમેનો માટે ક્રીઝ પર ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. આટલા મોટા સ્કોરનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની બેટિંગ અચાનક કેમ તૂટી પડી? આ સવાલનો જવાબ શ્રેયસ ઐયરે મેચ બાદ આપ્યો હતો.શ્રેયસ ઐયરે હાર બાદ પિચના બદલાયેલા મિજાજ તરફ ધ્યાન દોર્યું હતું. તેના મતે પ્રથમ ઇનિંગ્સ અને બીજી ઇનિંગ્સ દરમિયાન પિચના વર્તનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. જોકે, તેણે ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરીની પણ પ્રશંસા કરી હતી.

શ્રેયસ ઐયરે જણાવી હારનું મોટું કારણ

મેચ બાદ વાત કરતાં શ્રેયસ ઐયરે કહ્યું હતું કે આટલી મોટી હાર સ્વીકારવી મુશ્કેલ છે. પ્રથમ ઇનિંગ્સની સરખામણીએ બીજી ઇનિંગ્સમાં પિચનું વર્તન ઘણું અલગ હતું.શ્રેયસે કહ્યું હતું કે મેટ હેનરીએ યોગ્ય જગ્યાએ બોલિંગ કરી હતી અને તેની પ્રશંસા થવી જોઈએ. ન્યૂઝીલેન્ડના બોલરોએ ભારતીય બેટ્સમેનોને સતત દબાણમાં રાખ્યા હતા. ખાસ કરીને હેનરીએ નવી બોલથી ભારતીય ટોપ ઓર્ડરને મોટો ઝટકો આપ્યો હતો.

શું બીજી ઇનિંગ્સમાં પિચનો મિજાજ બદલાયો?

શ્રેયસ ઐયરે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમને લાગ્યું હતું કે પિચ બેટિંગ માટે સારી છે. કારણ કે ન્યૂઝીલેન્ડે આ જ મેદાન પર 330થી વધુ રન બનાવ્યા હતા. જોકે, બીજી ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોને અલગ જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.તેના કહેવા પ્રમાણે, ટીમ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી ત્યારે ખેલાડીઓને લાગતું હતું કે લક્ષ્ય સરળતાથી હાંસલ કરી શકાશે. પરંતુ બોલ ક્યારેક અંદરની તરફ તો ક્યારેક બહારની તરફ સ્વિંગ અને સીમ થઈ રહ્યો હતો. આ કારણે બેટિંગ કરવી મુશ્કેલ બની ગઈ હતી.શ્રેયસે સ્વીકાર્યું હતું કે ભારતીય ટીમના કેટલાક કેચ પણ છૂટ્યા હતા. જોકે, ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે. ભારતીય બેટ્સમેનોએ પોતાની વિકેટ સારી બોલ પર ગુમાવી હતી

હવે આગળની મેચ પર રહેશે ટીમ ઈન્ડિયાનું ધ્યાન
શ્રેયસ અય્યરે કહ્યું હતું કે ટીમ આ હારને પાછળ છોડીને આગળ વધવા માગે છે. ટીમ મેનેજમેન્ટ હવે બેટિંગ અને બોલિંગમાં ક્યાં ભૂલો થઈ તેનું વિશ્લેષણ કરશે.આગામી મેચમાં ખેલાડીઓ નવા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને છેલ્લી વનડે 15 નવેમ્બરે રમાવાની છે. શ્રેણી જીતવા માટે ભારતીય ટીમે આ મેચમાં જીત મેળવવી જરૂરી રહેશે. હવે જોવાનું એ રહેશે કે ચોથી વનડેની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા કેવી રીતે વાપસી કરે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here