Monday, May 6, 2024
Homeપાડોશીની એક મીટર જગ્યા પચાવીને મકાન બનાવ્યું, બિલ્ડરે કહ્યું- મકાન ખસેડો અથવા...
Array

પાડોશીની એક મીટર જગ્યા પચાવીને મકાન બનાવ્યું, બિલ્ડરે કહ્યું- મકાન ખસેડો અથવા દોઢ કરોડ આપો

- Advertisement -

એક કહેવત છે કે લાલચ બુરી બલા હૈ, જેનું પરિણામ તમારે ભોગવવું જ પડે છે. આવી જ કંઈક ઘટના ન્યુઝિલેન્ડના ઓકલેન્ડમાં સામે આવી છે, જ્યાં એક વ્યક્તિને પાડોશીની થોડી જમીન પડાવી લેતા ડખો ઉભો થયો છે. હકીકતમાં યુવકે પોતાનું મકાન બનાવતી વખતે પાડોશીની થોડી જમીન પચાવી પાડી હતી. ત્યારબાદ તેને કરોડો રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે.

મકાન માલિક પર આ જમીનના વિવાદને લઈને કેસ ચાલી રહ્યો છે. મકાન માલિકની વિરુદ્ધ દાખલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે, તેને પાડોશીની 1 મીટર કરતાં વધુ જમીન પર કબજો કરીને પોતાનું મકાન બનાવ્યું છે. ઘર માપવામાં આવ્યું ત્યારબાદ જ્યારે આરોપીની આ સામાન્ય ભૂલની ખબર પડી તો તેને બે ઓપ્શન આપવામાં આવ્યા.

nzherald.co.nzના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિને બિલ્ડર દ્વારા પોતાનું ઘર 1 મીટર ખસેડવા અથવા દોઢ કરોડ રૂપિયા(315,000 ડોલર)નો દંડ ભરવાનું કહેવામાં આવ્યું છે. રિપોર્ટના અનુસાર, જે વ્યક્તિ પર આ દંડ લાદવામાં આવ્યો છે તેનું નામ દીપક લાલ છે. બીજાની માત્ર 1 મીટર જગ્યા પડાવી લેવાને કારણે તેને લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે. આ રકમને ખર્ચ કરીને તેને પોતાનું ઘર શિફ્ટ કરવું પડશે.

શું છે સમગ્ર ઘટના?

દીપક લાલે ઘર બનાવવા માટે પ્રખ્યાત કંપની પિનેકલ હોમ્સને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 2020ના મધ્ય સુધી ઘરનું બાંધકામ લગભગ પુરુ થઈ ગયુ હતું. જો કે, ત્રણ બેડરૂમવાળા આ મકાનનું કામ ત્યારે અટકી ગયુ જ્યારે ઓગસ્ટમાં નિર્માણ કરતી કંપનીએ બાઉન્ડ્રી મિક્સઅપ માટે તેને બોલાવ્યા.

જવાબદારીમાંથી છટકવાનું બહાનુ શોધી લીધું

કોર્ટમાં આ મામલો જતાં દીપક લાલે કહ્યુ કે, આ મારા માટે એક ખરાબ સપના જેવું છે. ઘરની ડિઝાઈને ઓકલેન્ડ કાઉન્સિલે મંજૂરી આપી હતી. એટલા માટે તેની જવાબદારી કાઉન્સિલ પર હોવી જોઈએ.

મકાન માલિકના વકીલે પક્ષ રાખ્યો

મકાન માલિકના વકીલ મેટ ટેલરે પોતાનો પક્ષ રાખતા સંબંધિત કન્સ્ટ્રક્શન કંપની અને સ્થાનિક વહીવટીતંત્રને માહિતી આપતા કહ્યું કે, આ ઘર બનાવવા માટે વપરાયેલી જગ્યાની ચકાસણી માટે એક ઓબ્ઝર્વર પણ રાખવામાં આવ્યો હતો અને તે મકાન બનાવવાની સંમતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. વકીલના અનુસાર, એવું લાગે છે કે આ સમસ્યા ડિઝાઇનમાં ખામીના કારણે થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular