GUJARAT : ઝિંઝાવદર ગામે ડિગ્રી વિના એલોપેથિકને પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

0
42
meetarticle

ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામે ડિગ્રી વિના એલોપેથિકની પ્રેક્ટિસ કરતા તબીબને બોટાદ એસઓજીએ ઝડપી લઈ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામે રહેતા અને બીએચએમએસની ડિગ્રી ધરાવતા કુમાર કરમશીભાઈ બાવળીયા નિયમ પ્રમાણે પોતે એલોપેથિક એન્ટિબાયોટિક દવા દર્દીઓને આપી પ્રેક્ટિસ નહી કરી શકતા હોવાનું જાણવા છતાં કોઈ પણ ડિગ્રી નહી ધરાવતો હોવા છતાં ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામે શ્રીજી ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતો હતો. જેને બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપે કુલ રૃ.૪૩૫૮૭.૨ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.ભરતભાઈ બારૈયાના રહેણાંકી મકાનમાંથી ઘોઘા પોલીસે દારૃના પાંચ ક્વાટર ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. તેમજ શહેરના આડોડિયાવાસ દિપકચોક વિસ્તારમાં પુજાબેન પ્રદિપભાઈ રાઠોડ અને રોહિત પ્રદિપભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાંથી ઘોઘારોડ પોલીસે રૃ.૧૧,૨૮૦ની કિંમતની દારૃની ૯૪ બોટલ અને રૃ.૭૦૨૦ની કિંમતના ૫૨ ટીન ઝડપી લઈ માતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે શહેરના વિરાણી સર્કલ પાસે શંકાસ્પદ હાલતે ઉભેલા ભદ્રેશ વિજયભાઈ રામાણી (રહે.માધવ વિહાર સોસાયટી, લીલાસર્કલ)ને નિલમબાગ પોલીસે તપાસતા તેની પાસેથી વિદેશી દારૃના ૧૫ ક્વાટર મળી આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here