Sunday, May 5, 2024
HomePAKનો કેપ્ટન શ્રેષ્ઠ! : બાબર પાસે સૌથી ઝડપી 4 હજાર વનડે રન...
Array

PAKનો કેપ્ટન શ્રેષ્ઠ! : બાબર પાસે સૌથી ઝડપી 4 હજાર વનડે રન બનાવવાની તક

- Advertisement -

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અત્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તે 3 વનડે અને 3 T-20 સિરીઝ રમશે. આ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પાસે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાની તક છે. બાબરે અત્યારસુધી 78 વનડે ઈનિંગમાં 3808 રન બનાવ્યા છે. જો તે આગામી 2 ઈનિંગમાં 192 રન બનાવશે તો તે સૌથી ઝડપી 4 હજાર રન પૂરો કરનાર પહેલો ખેલાડી બની જશે.

આમ કરશે તો તે દક્ષિણ આફ્રિકાના હાશિમ આમલાનો રેકોર્ડ તોડશે, જેણે 81 વનડે ઈનિંગમાં 4 હજાર રન પૂરા કર્યા હતા.

કોહલીનો રેકોર્ડ તૂટશે
જો એશિયાની વાત કરીએ તો સૌથી ઝડપી 4 હજાર વનડે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. એણે 93 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. તેવામાં બાબર પાસે આ રેકોર્ડ તોડવાની તક છે. ઘણા ક્રિકેટ જગતના નિષ્ણાતોના મત મુજબ કોહલીનો રેકોર્ડ તૂટવાના આરે છે.

7 વર્ષથી આ રેકોર્ડ નથી તૂટ્યો
હાશિમ આમલાએ સૌથી ઝડપી 4 હજાર વનડે રન બનાવવાનો રેકોર્ડ 8 ડિસેમ્બર 2013એ બનાવ્યો હતો. ત્યારે એણે વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચર્ડસન (88 ઈનિંગ)નો રેકોર્ડ તોડ્યો હતો. આમલાએ આ સિદ્ધિ ટીમ ઈન્ડિયા સામે ડરબન વનડેમાં 117 બોલ પર 100 રનની ઈનિંગ રમી હતી. આ મેચ દક્ષિણ આફ્રિકાએ 134 રનથી જીતી હતી. ત્યારથી અત્યારસુધી આ રેકોર્ડ તૂટ્યો નથી.

કોહલીનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાના આરે
વિરાટ કોહલીએ આ રેકોર્ડ 19 જાન્યુઆરી 2013એ બનાવ્યો હતો. તેમણે ઈંગ્લેન્ડ સામેની વનડેમાં મેચમાં 77* રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યારે કોહલી સૌથી ઝડપી 4 હજાર રન બનાવનાર એશિયાનો પહેલો ક્રિકેટર બની ગયો હતો. આ રેકોર્ડ હજુ સુધી તૂટી શક્યો નથી. ત્યારે કોહલીએ શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો હતો. ધવને આ રેકોર્ડ 95મી ઈનિંગમાં બનાવ્યો હતો.

ધોનીનો સૌથી ઝડપી 4000 હજાર રનનો રેકોર્ડ નહીં તૂટે
વનડેમાં ડેબ્યૂ પછી સૌથી ઓછા દિવસમાં 4 હજાર રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ઈન્ડિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. તેણે આ રેકોર્ડ 4 વર્ષ અને 39 દિવસમાં બનાવ્યો હતો. જ્યારે બાબર આઝમે પોતાના વનડે કરિયરના 6 વર્ષ મે મહિનામાં પૂરા કર્યા હતા. તેવામાં એ ધોનીનો રેકોર્ડ તોડી નહીં શકે.

8 જુલાઈથી ઈંગ્લેન્ડ ટૂરની શરૂઆત
પાકિસ્તાનની ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ વનડે સિરીઝથી શરૂ થશે. બંને વચ્ચે પહેલી મેચ 8 જુલાઈએ કાર્ડિફમાં રમાશે. ત્યારપછી, બીજી વનડે 10 મીએ લોર્ડ્સમાં અને ત્રીજી વનડે 12 જુલાઈએ બર્મિંગહામ ખાતે રમાશે. પહેલી અને ત્રીજી વનડે ડે-નાઇટ રહેશે.

ત્યારપછી બંને ટીમ વચ્ચે 3 T-20ની સિરીઝ રમાશે. પહેલી મેચ 16 જુલાઈએ નોટિંઘમ, બીજી 18 જુલાઈએ લીડ્સ અને છેલ્લી મેચ 20 જુલાઈએ માનચેસ્ટરમાં રમાશે.

બંને ટીમ
પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઇસ કેપ્ટન), અબ્દુલ્લા શફીક, આગા સલમાન, ફહીમ અશરફ, ફખર ઝમાં, હૈદર અલી, હારિસ રઉફ, હારિસ સોહેલ, હસન અલી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સરફરાઝ અહેમદ (વિકેટકીપર), સૌદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, સોહૈબ મકસૂદ, ઉસ્માન કાદિર.

ઈંગ્લેન્ડઃ મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો (વિકેટકીપર), ટૉમ બેંટન, સેમ બિલિંગ્સ (વિકેટકીપર), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, ટોમ કરન, લિયામ ડૉસન, જ્યોર્જ ગર્ટન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular