BOLLYWOOD : ધુરંધર ટુમાં યામી ગૌતમનો કેમિયો હોવાની ચર્ચા

0
107
meetarticle

‘ધુરંધર : ધી રિવેન્જ’ની રીલિઝ ડેટ નજીક આવતી જાય છે તેમ તેમ ફિલ્મ વિશે નવી નવી ચર્ચાઓ જન્મતી રહે છે. હવે નવી ચર્ચા મુજબ ફિલ્મમાં કદાચ યામી ગૌતમ પણ ‘ઉરી’નાં તેનાં પાત્રનો કેમિયો કરતી દેખાશે. 

અગાઉ આ ફિલ્મમાં વિક્કી કૌશલ પણ પોતાનાં ‘ઉરી’નાં પાત્રમાં દેખાવાનો હોવાની ચર્ચા હતી. જોકે, તેને સમર્થન મળ્યું ન હતું.  હવે નવા દાવા અનુસાર યામીએ આ કેમિયો માટે પાંચ દિવસનું શૂટિંગ પણ કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે ‘ઉરી’ અને ‘ધુરંધર’ બંને યામીના પતિ આદિત્ય ધરની ફિલ્મ છે. યામીએ અગાઉ એક વાતચીતમાં જણાવ્યું હતું કે તે ‘ધુરંધર’માં કામ કરવા ઈચ્છતી હતી પરંતુ તેનો રોલ સ્ક્રિપ્ટમાં સેટ થયો ન હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here