ભારતમાં રસોઈ ગેસ LPG (Cooking Gas LPG)ના વપરાશમાં એપ્રિલ મહિના દરમિયાન 16 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. પશ્ચિમ એશિયામં જે તંગદિલી પ્રવર્તિ રહી છે તેની પરિવારોના રસોડા તથા કોમર્શિયલ યુઝર્સ માટે LPGની ઉપલબ્ધતાને લઈ સંકટ સર્જાતા તેની આ અસર થવા પામી છે.
LPG વપરાશ એપ્રિલ મહિનામાં 2.2 મિલિયન ટન રહ્યો હતો, જે ગયા વર્ષની સમાન અવધિ દરમિયાન નોંધાયેલ 2.62 મિલિયન ટનની તુલનામાં 16.16 ટકા ઓછો છે. આ ઉપરાંત જો એપ્રિલ 2024માં LPG વેચાયેલ 2.45 મિલિયન ટન સાથે તુલના કરવામાં આવે તો તેના કરતાં 10.5 ટકા ઓછો છે.

આ ઉપરાંત માસિક ધોરણે તેના વપરાશમાં ઘટાડો થયો છે. માર્ચ મહિનમાં LPG ગેસનો વપરાશ 2.379 મિલિયન ટન હતો, તેમ ઓઈલ મંત્રાલયની પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ (PPAC) પાસેથી ઉપલબ્ધ માહિતીમાં જણાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે ક ભારત તેની LPG જરૂરિયાત પૈકી 60 ટકા જરૂરિયાત આયાત મારફતે પૂરી કરે છે, જે મહદઅંશો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz) મારફતે આવે છે. આ પુરવઠાને અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર જે હુમલા કરવામાં આવ્યા તેને લીધે અવરોધ આવ્યો છે. સાઉદી અરેબિયા અને UAE પાસેથી મળતા સપ્લાઈને ભારે ફટકો પડ્યો છે.
આ ઉપરાંત બે રિફિલ્સ વચ્ચે સમયનું અંતર વધારવામાં આવતા પરિવારોને મળતા LPG સિલિન્ડરોને નિયંત્રિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અનેક ખાડી દેશોએ તેમની ઉડ્ડયન સેવાને રદ્દ કરતાં ATF એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલનો વપરાશ 1.37 ટકા ઘટી 7,61,000 ટન થયો છે.

