Saturday, May 4, 2024
Homeઅમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વાપી-વડોદરા વચ્ચેના ટ્રેક માટે રૂ.20 હજાર કરોડનું ટેન્ડર...
Array

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વાપી-વડોદરા વચ્ચેના ટ્રેક માટે રૂ.20 હજાર કરોડનું ટેન્ડર જાહેર,ચાઈનીઝ કંપની બાકાત

- Advertisement -

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજના માટે રૂ.20 હજાર કરોડનું પહેલું ટેન્ડર બહાર પાડી દીધું છે. ગુજરાતમાં જે 237 કિલોમીટરની લાંબી બુલેટ ટ્રેન યાત્રાના ટ્રેક હશે. તેમાં વાપી અને વડોદરા વચ્ચે 47 ટકા હિસ્સો કવર કરતું આ ટેન્ડરમાં ટ્રેક ઉપરાંત ચાર રેલ્વે સ્ટેશનોનું નિર્માણ પણ કરવાની યોજના છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ ટેન્ડરમાં એક પણ ચાઈનીઝ કંપનીને આમંત્રિત કરવામાં આવી નથી.

ટેન્ડર પ્રક્રિયામાં ટાટા અને એલ&ટી સહિતની કંપનીઓએ ભાગ લીધો

ગુજરાત રાજ્યમાં પ્રોજેક્ટ માટેની જરૂરી જમીનનો 83 ટકા ભાગ સંપાદીત કરાયો છે. ટેન્ડરના આ બીડમાં અનેક કંપનીઓએ ઝંપાલાવ્યું છે. જેમાં એફકોન ઇન્સ્ફ્રાસ્ટ્રકચર લિ-આઈઆરસીઓએન ઇન્ટરનેશનલ લિ., લાર્સન એન્ડ ટુબ્રો, એનસીસીલી.-ટાટા ઈન્ફ્રા પ્રોજેક્ટ સહિતની કંપનીઓએ આ ટેન્ડરમાં ભાગ લીધો છે. અમદાવાદ-મુંબઇ મેન લાઈનના 237 કિમી માટેના ડિઝાઈન અને કન્સ્ટ્રકશન અંગેના ટેક્નિકલ ટેન્ટર બુધવાર બહાર પડાયા હતા. પ્રોજેક્ટના 508 કિમી પૈકી આ ટેન્ડર વડોદરા અને વાપી વચ્ચેનો 47 ટકા હિસ્સો કવર કરશે.જેમાં ગુજરાતના 4 રેલવે સ્ટેશનોમાં ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીનો સમાવેશ થાય છે.

નવસારી પાસે થોડી જમીનનું હસ્તાંતરણ બાકી

’અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 237 કિલોમીટરના સમગ્ર ટ્રેકમાં 24 નદી અને 30 સડકને પાર કરવા માટેના ટ્રેક પણ બનશે. આ માટે 83 ટકા જમીન મળી ગઈ છે. ફક્ત નવસારી પાસેની થોડી જમીન હસ્તાંતર કરવાની બાકી છે અને ટૂંક સમયમાં તે પણ મળી જશે.

બુલેટ ટ્રેન માટે સમુદ્રમાં 7 કિમીને સુરંગ બનાવાશે

સૂત્રો મુજબ પ્રોજેક્ટમાં 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 1.4 લાખ મેટ્રિક ટન સ્ટ્રકચરલ સ્ટીલ વપરાશે. પ્રોજેક્ટ પૂરો થાય બાદ અમદાવાદ-મુંબઇ વચ્ચેનું 508 કિમીનું અંતર છે. બુલેટ ટ્રેન માટે સમુદ્રમાં 7 કિમી લાંબી સુરંગ પણ બનાવવામાં આવશે.

2023માં પ્રોજેક્ટ પૂરો કરાશે

બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધીના 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટ વર્ષ 2023માં પૂર્ણ થશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. જે જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર થશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular