WORLD : બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો

0
12
meetarticle

ઓસ્ટ્રિયન કંપનીએ શેનન બર્ન્સ નામની એક મહિલા કર્મચારીને એ માટે નોકરીમાંથી કાઢી મૂકી હતી કે તે ટૂર દરમિયાન હોટલના રૂમને બદલે દારુ પીને સોના બાથમાં સૂઈ ગઈ હતી. એ મુદ્દે હવે મહિલાએ ૯૬૪ કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો છે. જો આ વળતર માન્ય રહેશે તો સૌથી મોટી રકમનો રેકોર્ડ બનશે. મહિલાનો માનસિક ડિસઓર્ડરના કારણે કંપનીએ કાઢી મૂકી હોવાની દલીલ કોર્ટે પહેલી નજરે માન્ય રાખી છે.

ઓસ્ટ્રિયન કંપની ગિટપોડેમાં એન્જિનિયરિંગ વિભાગમાં વાઈસ પ્રેસિડેન્ટ શેનન બર્ન્સને ટીમ બનાવવા માટે ૨૦૨૩માં બીજા ટાઉનમાં મોકલામાં આવી હતી. એ વખતે તેણે હોટેલમાં સ્ટે કર્યો હતો. તે શરાબ પીને મધરાતે બાથરૂમના સોનામાં સૂઈ ગઈ હતી. તેના હોટેલ રૂમની ચાવી ખોવાઈ જતાં તેણે આવું કર્યું પડયું હતું.

જોકે, કંપનીએ આ બાબતે રેપ્યુટેશનનો મુદ્દો ગણીને મહિલાને નોકરીમાંથી કાઢી મૂકી હતી. એ ઘટનાના બે-અઢી વર્ષ પછી મહિલાએ વળતર પેટે ૯૬૪ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માંગી છે. બ્રિટિશ એમ્પ્લોઈમેન્ટ ટ્રિબ્યૂનલમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેને એડીએચડી નામની માનસિક તકલીફ છે. જેમાં તેને ફોકસ કરવામાં મુશ્કેલી પડે છે. કંપનીએ સોનામાં સૂઈ જવાનો મુદ્દો બનાવીને તેને એટલે કાઢી મૂકી હતી કે તે માનસિક વિકલાંગ હતી. કોર્ટે પ્રાથમિક રીતે આ દલીલને માન્ય રાખીને કાર્યવાહી શરૂ કરી છે.


કંપનીએ ટ્રિબ્યૂનલમાં જણાવ્યું હતું કે ઓફિશિયલ ટ્રિપમાં કર્મચારીનું આવું વર્તન ચલાવી શકાય નહીં. તેનાથી કંપનીની ઈમેજને ધક્કો પહોંચે છે. એક ટીમ લીડરે કંપનીની રેપ્યુલેશનનો ખ્યાલ રાખીને વર્તન કરવું જોઈએ. આટલી વિશાળ રકમની ડિમાન્ડ બિલકુલ અયોગ્ય છે. હવે આ મામલે ટ્રિબ્યૂનલે સુનાવણી હાથ ધરી છે. જો મહિલાને આટલું મોટું વળતર મળશે તો આવા કિસ્સામાં કરોડોનું વળતર મેળવવાનો નવો રેકોર્ડ બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here